Entertainment

હૈદરાબાદમાં પુષ્પા-2ના પ્રિમીયરમાં અલ્લુ અર્જુનને જોવા ઉમટેલી ભીડ બેકાબૂ થઈ, ભાગદોડમાં મહિલાનું મોત

હૈદરાબાદઃ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’નું પ્રીમિયર અડધી રાત્રે થયું હતું. આ દરમિયાન સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો થિયેટરમાં પહોંચ્યા હતા. લોકો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કે વહીવટીતંત્ર માટે તેને સંભાળવું મુશ્કેલ બની ગયું હતું. થોડી જ વારમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અલ્લુ અને રશ્મિકાની એક ઝલક માટે ભીડ કાબૂ બહાર ગઈ હતી
ખરેખર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના ક્રેઝે દેશભરના ચાહકોના દિલોદિમાગ પર કબજો જમાવ્યો છે. તેનું પ્રીમિયર હૈદરાબાદમાં અડધી રાત્રે યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પોતે હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ સ્થિત સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા. 

આ દરમિયાન તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ માટે વહીવટીતંત્રે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. આ નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

શું છે સમગ્ર મામલો?
દિલસુખનગરની રહેવાસી રેવતી તેના પતિ ભાસ્કર અને તેમના બે બાળકો શ્રી તેજ (9) અને સાન્વિકા (7) સાથે ‘પુષ્પા 2’નો પ્રીમિયર શો જોવા માટે આવી હતી. જેમ જેમ ટોળું ગેટમાં પ્રવેશ્યું રેવતી અને તેનો પુત્ર શ્રી તેજ અવાજ વચ્ચે બેહોશ થઈ ગયા.

ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, પીડિતા 39 વર્ષીય મહિલા સંધ્યા થિયેટરમાં બેહોશ થઈ ગઈ હતી અને તેને સારવાર માટે દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ત્યાં પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ગંભીર રીતે ઘાયલ શ્રી તેજને સારી સંભાળ માટે બેગમપેટની KIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક બાળક સહિત અન્ય ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું કહેવાય છે. રેવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાંથી ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

Most Popular

To Top