સુરત: (Surat) સુરતમાં ઉમેદવારો લેન્ડલોર્ડ હોવાનું તેમની એફિડેવિટ પરથી પ્રસ્થાપિત થાય છે. આમેય સુરતમાં જમીન મકાન મિલકતના ભાવો આસમાને હોવાથી હાલ ચૂંટણી (Election) લડી રહેલા ઉમેદવારોની અસ્કયામતો (Property) અંગેની એફિડેવિટ મતદારોમાં ચોરે ને ચૌટે ચર્ચાસ્પદ બની હોવાનું જણાઈ આવે છે. સુપ્રીમકોર્ટે ઉમેદવારોને તેમની મિલકતો અંગેની માહિતી સોગંદનામું (Affidavit) કરીને આપવાનું જણાવ્યું હોવાથી કેટલાંક ઉમેદવારો કરોડોના આસામી હોવાનું પ્રસ્થાપિત થાય છે.
ગોરધન ભરવાડ ના દિકરા ધર્મેશ પાસે 85 કરોડની જમીનો
સુરતના વરાછા રોડ માંથી હાલ ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ધર્મેશ સરસ યા એક સમયના કતારગામના જાણીતા રિયલ એસ્ટેટ ડીલર કુલ ભરવાડ ના દિકરા થાય છે. ધર્મેશ સરસિયાની એફિડેવિટ જોતા માલુમ પડે છે કે તેઓ જુદીજુદી બેંકોમાં ખાતા ધરાવી રહ્યા છે. ધંધાકીય ભાગીદારીમાં તેમનું અંદાજે સાડા ચાર કરોડનું જંગી ટર્નઓવર ધરાવે છે. સુરતના સૌથી વધુ જમીન ધરાવતા ઉમેદવારોમાં ધર્મેશ સરસિયાનો સમાવેશ થાય છે. નાની મોટી મળીને ધર્મેશ સરસયા અંદાજે ૮૫ કરોડની બજાર કિંમતની ધરાવતી જમીનો ધરાવતા હોવાનું તેમણે સોગંદનામામાં જણાવ્યું છે. તેમની કુલ અસ્કયામતો શોખ કરોડને આંબી જાય તેટલી માર્કેટ વેલ્યુ ધરાવતા હોવાનું તેમની વાતો પરથી જણાય આવે છે.
લલિત વેકરિયા સૌરાષ્ટ્ર અને સુરતમાં કરોડોની જમીનો ધરાવે છે
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ એ પહેલાં જ સુરત ભાજપના મહામંત્રી પદ જેવો મોભેદાર હોદ્દો છોડી દેનાર લલિત વેકરિયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માં વોર્ડ નંબર 7 માટે દાવેદારી નોંધાવી છે. ઉમેદવારીપત્ર સાથે લલિત વેકરિયા રજૂ કરેલા સોગંદનામામાં તેમની અસ્કયામતો અંગે વિગતવાર માહિતી આપી છે. પોતાના વતન જૂનાગઢ તેમજ સુરતમાં લલિત વેકરિયાએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. લલિત વેકરિયાએ તેમની એફિડેવિટમાં વ્યવસાય અંગેનો કોઈ ફોડ પાડ્યો નથી. એવું જાણવા મળે છે કે તેઓ ફુલટાઈમ રાજનીતિ સાથે જોડાયેલા છે.
કતારગામના અગ્રણી નંદલાલ પાંડવ ના દિકરા નરેન્દ્ર કરોડોની અસ્કયામતોના માલિક
સુરતના કતારગામ વિસ્તારનાં બે જાણીતા રિયલ એસ્ટેટ ડીલરના દીકરાઓ હાલ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં એક ગોરધન ભરવાડનો દીકરો ધર્મેશ સરસિયા અને બીજા કતારગામના જાણીતા નંદલાલ પાંડવ ના દિકરા નરેન્દ્રનો સમાવેશ થાય છે. ૪૪ વર્ષીય નરેન્દ્ર પણ સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલી જમીન મળીને કરોડો રૂપિયાની અસ્કયામતો ધરાવતા હોવાનો ઉલ્લેખ તેમણે તેમની એફિડેવિટમાં કર્યો છે.
અડાજણના ભાજપના ઉમેદવાર ધર્મેશ વાણિયાવાલા NSC, KVPY, FDની 26 એન્ટ્રીઓ ધરાવે છે
સુરત મહાનગરપાલિકાના અડાજણ વોર્ડ માં થી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ધર્મેશ વાણિયાવાલા એ પોતાના ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટ ને જોતા તેઓ નાની બચત યોજનાઓમાં ખાસો વિશ્વાસ ધરાવતા હોવાનું જણાઈ આવે છે કેમકે નાની બચત યોજનામાં આવતા નેશનલ સેવિંગ સ્કીમ NSC, કિસાન વિકાસ પત્રો KVP તથા ફિક્સ્ડ ડિપોઝિટ FDમાં તેમણે ખાસ્સો ઇન્વેસ્ટમેન્ટ નાની નાની રકમ માં કર્યું છે આવી કુલ ૨૬ એન્ટ્રીઓ તેમની એફિડેવિટમાં જોવા મળે છે.