આસામ: આસામમાં (Assam) પૂર (flood) જેવી કુદરતી આપત્તિ આવી પડી છે જેના કારણે ત્યાં સ્થિત ગંભીર બની છે. રાજ્યના 10 જિલ્લાના 31 હજાર કરતા પણ વધુ લોકો પૂરનો સામનો કરી રહ્યાં છે. જ્યારે બીજી તરફ હવામાન વિભાગની આગાહીના કારણે લોકોનાં જીવ અધ્ધર થઈ ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ આસામના ધણાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જેના કારણે ધણાં જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
- વહીવટીતંત્રે પૂર પ્રભાવિતો માટે 25 રાહત કેન્દ્રો સ્થાપ્યા છે જે સાત જિલ્લામાં કાર્યરત
- રાજ્યના 444 ગામોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે અને 741 હેક્ટરનો પાક નાશ પામ્યો
- હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ અસમના ધણાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે
ASDMAએ જણાવ્યું છે કે રાજ્યના ચિરાંગ, દરંગ, ડિબ્રુગઢ, કોકરાઝાર, લખમીપુર, નલબાડી, સોનિતપુર, ઉદલગુજડી જેવા જિલ્લાઓમાં પૂરથી લગભગ 30,700 જેટલા લોકો પ્રભાવિત થયા છે. લખીમપુર જિલ્લો આ કુદરતી આપત્તિના કારણે સૌથી વધુ પ્રભાવિત છે અહીં 22 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ પછી ડિબ્રુગઢમાં 3800 અને કોકરાઝારમાં 1800 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. વહીવટીતંત્રે પૂર પ્રભાવિતો માટે 25 રાહત કેન્દ્રો સ્થાપ્યા છે જે સાત જિલ્લામાં કાર્યરત છે.
રાજ્યના 444 ગામોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે અને 741 હેક્ટરનો પાક નાશ પામ્યો છે. વિશ્વનાથ, ધુબરી, ડિબ્રુગઢ, ગોલાહાટ, કામરૂપ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, શિવસાગર, સોનિતપુર, દક્ષિણ સલમારા, તામુલપુર અને ઉદલગુરીમાં પૂરના કારણે મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ભારે વરસાદને કારણે દિમા હાસાઓ, કામરૂપ અને કરીમગંજમાં ભૂસ્ખલન થયું હતું. ઘણા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે. બ્રહ્મપુત્રા નદીની ઉપનદી કોપિલી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.