ઉના: ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની (Monsoon) બીજી ઈનિંગ ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં મેઘો મન મૂકીની વરસી રહ્યો છે. કેટલાય રાજ્યમાં જળબંબાકારની સ્થિત સર્જાઈ છે તો કેટલાક રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ઘણાં ડેમો (Dam) નવા નીરથી છલકાયા છે. જેનાં કારણે ડેમોનાં દરવાજા ખોલવામાં આવી રહ્યાં છે. નવા નીર સાથે નદી નાળા પણ છલકાઈ રહ્યાં છે આવામાં 1 કે 2 નહિં પણ મગરોનું (Crocodiles) ઝૂંડ શિંગોડા નદીના કિનારે દેખાયું હતું. જેનાં કારણે લોકોમાં કૂતુહલ સર્જાયું હતું અને લોકો મહાકાય મગરને જોવા નદી કિનારે પહોંચ્યાં હતા.
ચોમાસામાં દરમિયાન ગીરનાં જંગલમાં ભારે વરસાદ પડવાથી શિંગોડા ડેમના ત્રણ દરવાજા 0.30 મીટર ખુલ્લા કરવામાં આવ્યાં છે. ત્યારે શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મગરોનું ઝૂંડ કોડીનાર સુઘી પહોંચી ગયું હતું. જાણકારી મુજબ શિંગોડા ડેમમાં 400થી વધુ મગરો રહે છે. ત્યારે આજે વહેલી સવારે 12થી 15 ફૂટ લાંબી મહાકાય મગર એક દરગાહમાં ઘૂસી ગયો હતો. જેને લઈ લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. જોકે વન-વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને સફળ રેસ્ક્યૂ કર્યુ હતું. મગરને પૂરવા માટે એક પાંજરુ મંગાવવામાં આવ્યું હતું પણ મગર એટલો મહાકાય હતો કે તેને પાંજરામાં પૂરવું અસંભવ હતું પણ અંત વન વિભાગની ટીમને સફળતા મળી હતી. આ ઘટના પછી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો સાથે લોકો શિંગોડા નદીના કિનારા મગરોના ટોળાને જોવા ઉમટ્યા હતા.
મગર દેખાયા હોવાની વાત ફેલાતા જ લોકોમાં કૂતુહલ સર્જાયું હતુ અને લોકો આ મહાકાય મગરોનાં ટોળાને જોવા માટે નદી કિનારે ઉમટી પડયા હતાં જો કે ઘણાં લોકોએ મગરને પથ્થર મારી પાણીની અંદર ભગાડી મૂક્યા હતા. જો કે સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તેમજ મગરના કારણે કોઈ ઘાયલ થયું હોય તેવી પણ જાણકારી સામે આવી નથી.