એક ભારતીય ફાર્મા કંપનીના સ્ટોકને વળતર આપવામાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનને પાછળ છોડી દીધું છે. આ ફાર્મા કંપનીએ માત્ર ચાર મહિનામાં 6800 ટકાનું બમ્પર રિર્ટન આપ્યું છે. આ વળતરના મામલામાં ઓર્ચીડ ફાર્માનો શેર માત્ર બિટકોઇન નહિં પરંતુ સોના અને કોમોડીટીઝથી આગળ નીકળી ગયું છે. ચાર મહિનામાં ઓર્ચીડ ફાર્માના શેરમાં 6800 ટકાથી વધુ વળતર આપ્યું છે.
આ વળતર અનુસાર રોકાણકારોને ચાર મહિનામાં એક લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હશે તો તેને ચાર મહિનામાં વળતર વધીને 68 લાખ રૂપિયા થઇ ગયું છે.3 નવેમ્બર, 2020ના રોજ ઓર્ચીડ ફાર્માના શેરનો ભાવ રૂ. 18 હતો, તે કિંમત વધીને આજે રૂ. 1245નો થઇ ગયો છે.
જે માત્ર ચાર મહિનામાં શેરની કિંમત રૂ. 6818 ટકા વધી ગયો છે. આ સમય દરમ્યાન સેન્સેક્સ આશરે 27 ટકા વળતર આપ્યું છે. જ્યારે બિટકોઇન 200 ટકાથી વધુ છે. ગત મંગળવારે ઓર્ચીડ ફાર્માના શેરનો ભાવ બાવન વીકની નવી ઉંચાઇ રૂ. 1245.30ની સપાટીએ પહોંચી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 3 નવેમ્બરના રોજ શેરબજાર પર લીસ્ટ થયા બાદ દરરોજ શેરમાં અપર સર્કિટ લાગી છે. ધાનુકા લેબ્સને એનસીએલટી રીજોલ્યુશન અનુસાર ઓર્ચીડ ફાર્માને ખરીદી લીધી હતી. ચેન્નાઇ સ્થિત દવા કંપનીનું માર્કેટ કેપ 5000 કરોડથી વધીને 5082.87 કરોડ રૂપિયાનું થઇ ગયું છે.
શેરહોલ્ડીંગ્સ પેટર્ન અનુસાર ઓર્ચીડ ફાર્મામાં ધાનુકા લેબ્સની હિસ્સેદારી 99.96 ટકા છે અને નાણાં સંસ્થાઓની હિસ્સેદારી 0.04 ટકા છે.31 ડિસેમ્બર, 2020ના ત્રિમાસિક ગાળામાં ફાર્મા કંપનીએ રૂ. 45.33 કરોડનું નુકશાન થયું છે. જ્યારે ડિસેમ્બર 2019માં કંપનીની ખોટ રૂ. 34.75 કરોડની હતી, જેમાં ડિસેમ્બર કવાર્ટરમાં કંપનીનું વેચાણ 20.18 ટકા ઘટીને રૂ. 102.63 કરોડ થઇ હતી, જે ગત ડિસેમ્બર, 2019માં વેચાણ રૂ. 128.58 કરોડ થઇ છે.