Charchapatra

ગુનાખોરો માથુ ઉંચકે છે, સત્તાધીશો પગલાં લેશે?

સુરત સહિત ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં ગુન્હાઓ પર બબાલ અને ચર્ચાઓ વધતી અને વકરતી જાય છે. ગુજરાતની શાંતિપ્રિય અને સહનશીલ પ્રજા-જનતા માટે જાણે રોજિંદી અને સામાન્ય બાબતોના સમાચાર આજે વાયરલ થઈ રહેલ છે. જે ખરેખર સુલેહ શાંતિને ખતરારૂપ બનવા સાથે વિશ્વવંદનીય અને સત્યના પૂજારી એવા મહાત્મા ગાંધીજીની પાવનધરા પર વધતી જતી અરાજકતા, ગુનાખોરી, જૂઠાબોલી અધર્મી પ્રજાનો ચિંતાજનક ચિતાર રજૂ કરી રહી છે.

ત્યારે નેતાઓએ આપણા ગુજરાતને ગતિશીલતાનાં ખરા અર્થઘટનોને શાબ્દિક ચિતારમાં તબદીલ કરી સ્વસ્થ ગુજરાત, સ્વચ્છ ગુજરાતનું એક બુલંદ મૉડલ બનાવવા સાચા અર્થમાં ખાતા નથી અને ખાવા દેતા નથીની વાતેને નક્કર સબૂતો સાથે આવનારી ચૂંટણીઓમાં પોતાના પક્ષને નિષ્પક્ષ સાબિત કરવાની તમામ વય અને જૂથના ગુજરાતમાં રહેતા, દેશમાં વસતા સાવ સામાન્ય માણસોને પડતી રોજ બરોજની જાહેર રસ્તાઓ ઉપરની હાલાકીઓની મહાચેલેન્જ માથે ચઢાવવી જ પડશે. જરૂરિયાત મુજબ પગલાભરી આવા સામાજિક ગુનેગારો ઉપર કાબૂ મેળવતા કયો મર્દ અટાકાવે છે? એ જ આજનો સાક્ષર મતદાતા સમજી નથી શકતો.
સુરત     – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top