Sports

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા, રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ભાજપના ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર નવા સભ્ય તરીકેની તસવીરો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમના X હેન્ડલ પરની તેમની પોસ્ટમાં રીવાબાએ ભાજપ સભ્યપદ કાર્ડ સાથે પોતાની અને તેમના પતિની તસવીરો પણ શેર કરી છે.

જાડેજાના પત્ની રીવાબા જાડેજા પહેલેથી જ ભાજપમાં છે. તે ગુજરાતની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. હવે રવીન્દ્ર જાડેજા રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. જો કે ભાજપમાં તેમની ભૂમિકા શું હશે તે હજુ સ્પષ્ટ નથી. રીવાબા 2019 માં ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને 2022 માં જામનગર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે AAPના ઉમેદવાર કરશનભાઈ કરમુરને હરાવીને આ બેઠક જીતી હતી. જાડેજા તેની પત્નીના ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળ્યા હતા.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. જાડેજાએ 72 ટેસ્ટ મેચમાં 3036 રન બનાવ્યા છે જ્યારે આ ફોર્મેટમાં 294 વિકેટ લીધી છે. તેણે 197 ODI મેચ રમી, 2756 રન બનાવ્યા અને 220 વિકેટ લીધી. જાડેજાએ 74 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી જેમાં 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી. T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે આ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

Most Popular

To Top