Sports

ઈન્દોર ટેસ્ટના પહેલા જ દિવસે રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, વર્ષો પછી તૂટ્યો આ મોટો રેકોર્ડ

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border Gavaskar Trophy) ત્રીજી મેચ બુધવારથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ (Team India) 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પરંતુ ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી મેચમાં (Match) વાર્તામાં ટ્વીસ્ટ આવી ગયો છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જોકે આ દરમ્યાન ટીમ ઇન્ડિયા એક ખેલાડીના મામે મોટો રેકોર્ડ બની ગયો. ભારતની ઇનિંગ શરૂ થતાં જ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આવતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. આ વિકેટ સાથે જાડેજાએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ લીધી છે.

હેડની વિકેટથી જાડેજાએ એવું કારનામું કર્યું છે જે મોટા દિગ્ગજો કરી શક્યા નથી. જાડેજા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન અને 500 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. તેમના પહેલા માત્ર કપિલ દેવે જ આ કારનામું કર્યું હતું. જાડેજાના કરિયરની વાત કરીએ તો તેણે 63 ટેસ્ટ, 171 વનડે અને 64 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેણે અનુક્રમે 2623, 2447 અને 457 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે અલગ-અલગ ફોર્મેટમાં 261, 189 અને 51 વિકેટ લેવાનું કામ કર્યું છે.

જોકે કપિલ દેવ પણ આવો જ રેકોર્ડ બનાવનાર ખેલાડી છે. કપિલ દેવના રેકોર્ડની વાત કરીએ તો તેમણે 131 ટેસ્ટ મેચમાં 5248 રન અને 434 વિકેટ ઝડપી છે. તેમણે 225 વનડેમાં 3783 રન અને 253 વિકેટ લીધી છે. કપિલ દેવને માત્ર ભારતના જ નહીં પરંતુ ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવે છે.

નો બોલે મચાવી બબાલ
જોકે મેચમાં જાડેજાના નો બોલને કારણે ઓસ્ટ્રેલિયાના બીજા ખેલાડીને જીવનદાન મળ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 109 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમને પણ ઇનિંગની શરૂઆતમાં ટ્રેવિસ હેડના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. હેડ બાદ ટીમ ઈન્ડિયાને માર્નસ લાબુશેનની વિકેટ પણ મળી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજાની ભૂલને કારણે તે બચી ગયો હતો. જાડેજાએ લાબુશેનને બોલ્ડ કર્યો હતો. પરંતુ આ બોલ કાયદેસર ન હતો અને જાડેજાનો પગ ક્રિઝની આગળ હતો. છેલ્લી બે મેચમાં પણ જાડેજાના નો બોલના કારણે ટીમને વિકેટ મળી શકી ન હતી.

આ સિરીઝમાં અગાઉ પણ આવું બન્યું છે જ્યારે જાડેજાના નો બોલે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને જીવનદાન આપ્યું હતું. જાડેજાના નો બોલ બાદ ડગઆઉટમાં બેઠેલા કોચ રાહુલ દ્રવિડ પણ ઘણા નાખુશ દેખાતા હતા. છેલ્લા કેટલાક સમયથી ભારતીય બોલરોના નો બોલના કારણે ટીમને ઘણું નુકસાન થયું છે. અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે પણ નો બોલ ફેંકનારી ટીમને નિર્ણાયક પ્રસંગોએ મુશ્કેલીમાં મુકી છે.

Most Popular

To Top