Sports

T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કેપ્ટન, આ ચાર ખેલાડીઓને પહેલીવાર મળી તક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ 6 જુલાઈથી શરૂ થશે. આ દરમિયાન શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની આગેવાની કરતો જોવા મળશે.

આ ચાર ખેલાડીઓને પ્રથમ વખત તક મળી
રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં બીસીસીઆઈની પસંદગી સમિતિએ પ્રથમ વખત ટીમમાં અભિષેક શર્મા, રાયન પરાગ, નીતિશ રેડ્ડી અને તુષાર દેશપાંડેનો સમાવેશ કર્યો છે. તેમણે IPL 2024માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા.

ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણી માટે વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરાયેલા ખેલાડીઓને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. અત્યાર સુધી, તેમને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત તરફથી રમવાની તક મળી નથી. આ સિવાય ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વર્લ્ડ કપની ટીમમાં રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરાયેલા ખેલાડીઓને પણ તક મળી છે. જેમાં શુભમન ગિલ, રિંકુ સિંહ અને ખલીલ અહેમદનો સમાવેશ થાય છે.

T20 શ્રેણી માટે ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીન), ધ્રુવ જુરેલ (વિકેટકીન), નીતિશ રેડ્ડી, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન , ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.

  • 1લી T20I- 06-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 PM
  • બીજી T20I- 07-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 PM
  • 3જી T20I- 10-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 PM
  • 4થી T20I – 13-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 PM
  • 5મી T20I – 14-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 PM

Most Popular

To Top