નવી દિલ્હી: ક્રિકેટની (Cricket) દુનિયામાં ભારતના વીરેન્દ્ર સહેવાગ તેમજ પાકિસ્તાનના શોએબ અખ્તરથી આપણે સૌ વાકેફ છીએ. સહેવાગ પોતાની બેટ્સમેનશીપ તો શોએબ પોતાની બોલિંગના કારણે ચર્ચાનો વિષય બનતા હોય છે. 2004ના વર્ષમાં ભારત પાકિસ્તાનની મેચ દરમ્યાન તેઓ સામસામે આવ્યા હતાં. પરંતુ મેદાનની બહાર તેઓ બંને ખાસ મિત્રો છે. આ વખતે તેએ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર યુદ્ઘ છેડાયું છે. જેમાં શોએબે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સેહવાગે કરેલી કરેલી કોમેન્ટમાં કહ્યું છે કે જે દિવસે પણ સહેવાગ મળશે તે દિવસે હું તેને ખૂબ મારીશ.
- સોશિયલ મીડિયા ઉપર યુદ્ઘ છેડાયું
- સહેવાગનું ટ્વિટર હેન્ડલ ચેક કરવામાં આવ્યું ત્યારે આવી કોઈ પણ પ્રકારની ટ્વિટ તેઓના એકાઉન્ટ ઉપરથી મળી નથી
- નિવૃત્તિ બાદ પણ તેઓ સારા મિત્રો છે
હવે વાત એવી છે કે થોડાં સમય અગાઉ શોએબે એક ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર શેર કર્યો હતો. જેમાં તેઓએ સૂટ પહેર્યો હતો. તેઓએ આ ફોટાના કેપ્નશમાં લખ્યું હતું કે આ મારો નવો લૂક છે. આશા રાખું છું કે તમને આ નવો લૂક ગમશે. આ ફોટો ઉપર સહેવાગે મસ્તીમાં એક વેઈટર તરીકેની કોમેંટ કરતાં લખ્યું હતું કે- ઓર્ડર લખ: એક બટર ચીકન, બે નાન અને એક બીયર. આ વાતનો ખૂલાસો ત્યારે થયો કે જયારે શોએબને ભારતીય યુ-ટયૂબર તનમય ભટ્ટે પોતાના શોમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. ત્યારે આ કોમેંટ વાંચી શોએબ પોતે પણ પેટ પકડી હસવા લાગ્યાં હતાં. તેણે કહ્યું કે હું કસમ ખાવ છું કે હું સહેવાગને એક દિવસ ખૂબ મારીશ.
મળતી માહિતી મુજબ જયારે સહેવાગનું ટ્વિટર હેન્ડલ ચેક કરવામાં આવ્યું ત્યારે આવી કોઈ પણ પ્રકારની ટ્વિટ તેઓના એકાઉન્ટ ઉપરથી મળી નથી. એક ટ્વિટર યુઝરે અખ્તરના ફોટો પર તે ટ્વિટ ફોટોશોપ કર્યું હતું. સેહવાગ અને અખ્તર વચ્ચે સારા સંબંધો છે. બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાના પગ ખેંચતા રહે છે, ખાસ કરીને ભારત અને પાકિસ્તાનની ટીમના પ્રદર્શનને લઈને. સહેવાગ તેમજ શોએબ વચ્ચે બોલ અને બેટ સિવાય ઘણી વાર શાબ્દિક યુદ્ધ પણ થતું હોય છે. પરંતુ આ માત્ર મસ્તી હોય છે. નિવૃત્તિ બાદ પણ તેઓ સારા મિત્રો છે.