Sports

‘કિંગ કોહલી’ નો આજે 34મો બર્થ ડે: વિરાટ દિલનો કોહલી હવે દરેકના ચહેરે સ્મિત લાવી રહ્યો છે

મેલબોર્ન : આમ તો બધું જેમ છે તેમ જ દેખાઇ રહ્યું છે છતાં કંઈક બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે 34 વર્ષમાં પ્રવેશ કરનારો વિરાટ કોહલી, પોતાના જૂના રૂપમાં પાછો ફરી રહ્યો છે અને આજથી ત્રણ ઉનાળુ સિઝન પહેલા જે હતો તેવો બનીને ફરીથી બોલરોને ત્રાસ આપવા માંડ્યો છે. તે હજુ પણ લોકોથી ઘેરાયેલો ‘કિંગ કોહલી’ છે અને તેના વ્યક્તિત્વના એક ભાગ સમું તેનો અલગ સ્વેગ હોવા છતાં તે એક સંપૂર્ણપણે અલગ માનવી અને ખૂબ જ સરળ પણ લાગે છે.

જો તમે ક્રિકેટના ધૂની ચાહક ન હોવ તો પણ, તમે તેની નજીક જઇને તેને હાય હલો કરવા માટે બેરિકેડ તોડવાનું પસંદ કરશો. એવી દરેક શક્યતા છે કે તમને તેના વળતા જવાબમાં એક સ્મિત મળશે અને તે પહેલા જેવું નહીં પણ ખૂબ જ નિષ્ઠાવાન, ઊંડું અને અસલી લાગશે. તમારો દિવસ બની જશે અને તમે એક ખુશ વ્યક્તિ તરીકે ઘરે પાછા ફરશો. આ 14 દિવસોમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં, કોહલીને તેના ચાહકો સાથે જોડાતો, ઓટોગ્રાફ આપતો, સેલ્ફી લેતો, ગ્રૂપ પિક્ચર માટે ઊભા રહેતા અથવા મીડિયા ગ્રૂપના પરિચિત ચહેરાઓ સાથે એક-બે ક્ષણો શેર કરતા જોતા એવું લાગે છે કે કોહલી હવે હવે નથી ઈચ્છતો કે લોકો તેનાથી દૂર થાય.

એવું નથી કે કોહલી પહેલા સેલ્ફી લેવા કે ઓટોગ્રાફ આપવા કે ચેટ માટે રોકાતો નહોતો. પરંતુ એ જ કોહલી ઓસ્ટ્રેલિયા (2015), ઈંગ્લેન્ડ (2017) અથવા 2019માં બીજા ગ્રહના માણસ જેવો દેખાતો હતો. તે જ્યારે ટોચ પર હતો ત્યારે, જો કોઈ કોહલીએ આપેલી કેટલીક સેલ્ફીઓ પર નજર નાખે, તો તે ફરજિયાત કસરત જેવી લાગશે. કદાચ ત્રણ વર્ષથી લોકો તરફથી મળેલું બિનશરતી સમર્થનની મદદથી પોતાના નબળા સમય સામે લડીને પાછા ફરેલા કોહલીને લોકો તરફ જવાની જરૂરિયાતનો અહેસાસ કરાવ્યો હશે.

મેલબોર્નમાં, સિડનીમાં, પર્થમાં અને એડિલેડમાં, પીટીઆઇના સંવાદદાતા ઓછામાં ઓછા 10-15 જુદા જુદા લોકોને મળ્યા જેમણે કોહલી સાથે તેમની સેલ્ફી બતાવી હતી જ્યારે કેટલાક અન્ય લોકોએ કેપ્સ પર ઓટોગ્રાફ બતાવ્યા હતા. કેટલાક તેને એક મોલમાં પણ મળ્યા અને કેટલાકે તેને કોફી શોપ પાસે સેલ્ફી માટે રોકયો હતો. એડિલેડમાં રમત જોવા આવેલા કેનબેરાના એક ભારતીયે કહ્યું હતું કે અમે તેને કેટલાક સપોર્ટ સ્ટાફ સાથે કોફી શોપમાં જોયો હતો. અમને તેની પાસે જવામાં થોડો ખંચકાટ થતો હતો પરંતુ તેણે અમને સામેથી બોલાવીને અમારી સાથે ફોટા પડાવ્યા હતા. કોહલીએ મેલબોર્નમાં જુનિયર મહિલા ક્લબ હોકી ટીમને વચ્ચે રહીને ફોટો પડાવ્યો હતો. હવે તે પત્રકારો સાથે પણ ફોટાઓ પડાવે છે અને તેમના ખબરઅંતર પુછે છે.

Most Popular

To Top