Charchapatra

ઓલિમ્પિકસમાં ક્રિકેટને ભેળવવી જોઇએ નહિ

૨૦૨૮ માં અમેરિકાના લોસ એન્જેલસમાં ઓલિમ્પિકસ રમાશે. આઇસીસી ઇચ્છે છે કે ઓલિમ્પિકસમાં ક્રિકેટને પણ ૨૦૨૮ થી દાખલ કરવી જોઇએ. પણ ઓલિમ્પિકસ રમતોમાં, ક્રિકેટને દાખલ કરવાનું વિચારવું જ જોઇએ નહિ. ઓલિમ્પિક ગેમો રમતા દેશોની સંખ્યા અધધ છે. જયારે ક્રિકેટની રમત, ગણ્યા – ગાંઠયા દસેક દેશો જ રમે છે. ઓલિમ્પિકસમાં હોકી તથા ફુટબોલ જેવી રમતો સિવાય, અન્ય રમતોમાં ખેલાડીના વ્યકિતગત કૌશલ્યનું મહત્વ જ મુખ્ય પરિબળ બનતું હોય છે. જયારે ક્રિકેટ જેવી રમતમાં ‘સંઘ બળ’નો વધુ પ્રભાવ રહે છે.

ઓલિમ્પિકસ ગેમો દર ચાર વર્ષે રમાય છે. જયારે ક્રિકેટની રમત તો બારે મહિના, એક યા બીજા દેશોમાં રમાયા, કરતી હોય છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટ જેવાં કે ટેસ્ટ, વનડે તથા ટી-ટવેન્ટીને માટે વર્લ્ડકપ યોજાતા રહે છે. ક્રિકેટના ખેલનો ફલક ખૂબ વિશાળ હોય છે. ક્રિકેટને, ઓલિમ્પિકસમાં રમાડવાનું થાય તો, યજમાન દેશ પાસે, એક કરતાં વધુ ક્રિકેટનાં મેદાનો હોવાં જરૂરી બને. આમ ક્રિકેટને ઓલિમ્પિકસ સાથે જોડવામાં કયાંય પણ વ્યવારિતા નથી. ક્રિકેટ એકલી છે, તે જ બરાબર છે. છેલ્લે ચીનનો વિરોધ તો ઊભો જ હશે.
સુરત     – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top