Sports

T-20 રેન્કિંગમાં સૂર્યાનો ઝળહળાટ, 49માં ક્રમેથી સીધી ટોપ ફાઇવમાં એન્ટ્રી

દુબઇ: આઇસીસી (ICC) દ્વારા જાહેર કરાયેલા નવા ટી-20 રેન્કિંગમાં બેટ્સમેન રેન્કિંગમાં ભારતના સૂર્યકુમાર યાદવે 49માં ક્રમેથી સીધી ટોપ ફાઇવમાં (Top Five) એન્ટ્રી (Entry) કરી છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી-20માં સદી ફટકારનાર સૂર્યકુમાર 255 રેન્કિંગ પોઇન્ટ મેળવીને કુલ 732 રેન્કિંગ પોઇન્ટ સાથે ટોપ ટેનમાં પાંચમા ક્રમે પહોંચી ગયો છે. આ સાથે જ તે ટી-20માં સર્વાધિક રેન્કિંગ પોઇન્ટ મેળવવા મામલે ગૌતમ ગંભીર અને રોહિત શર્માથી પણ આગળ નીકળી જઇને પાંચમો ભારતીય બની ગયો છે.

  • ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી-20માં સદી ફટકારતા રેન્કિંગ પોઇન્ટમાં સીધો 255 પોઇન્ટનો ઉમેરો થતાં કુલ 732 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે પહોંચ્યો
  • કેએલ રાહુલ બીજા અને યુવરાજ સિંહ ત્રીજા સ્થાને
  • ટી-20 બેટ્સમેન રેન્કિંગમાં 44 ક્રમનો હનુમાન કૂદકો લગાવ્યો
  • ટી-20 બેટ્સમેન રેન્કિંગમાં તે એકમાત્ર ભારતીય ખેલાડી

ટી-20માં સર્વાધિક રેન્કિંગ પોઇન્ટ મેળવનારા ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી 897 પોઇન્ટ સાથે પહેલા તો કેએલ રાહુલ બીજા અને યુવરાજ સિંહ ત્રીજા જ્યારે સુરેશ રૈના ચોથા સ્થાને છે અને તે પછી અન્ય તમામ ધૂરંધરોને પછાડીને સૂર્યકુમાર પાંચમા ક્રમે પહોંચી ગયો છે. સૂર્યકુમારે ટી-20 બેટ્સમેન રેન્કિંગમાં 44 ક્રમનો હનુમાન કૂદકો લગાવ્યો છે અને ટી-20 બેટ્સમેન રેન્કિંગમાં તે એકમાત્ર ભારતીય ખેલાડી છે.

વન ડે બોલર્સ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ફરી નંબર વન બન્યો
દુબઇ, તા. 13 : ઇંગ્લેન્ડ સામેની પહેલી વન ડેમાં જોરદાર સ્પેલ ફેંકીને 6 વિકેટ ઉપાડનાર ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઇસીસી વન ડે બોલર્સ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. બુમરાહ આ વન ડે પહેલા પાંચમા સ્થાને હતો અને પોતાના 19 રનમાં 6 વિકેટના મેજીકલ સ્પેલના કારણે હવે તે ચાર ક્રમનો કુદકો મારીને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને હટાવીને નંબર વન બની ગયો છે. ઇંગ્લેન્ડ સામે ત્રણ વિકેટ લેનાર મહંમદ શમી ત્રણ ક્રમ ઉપર ચઢીને 23માં ક્રમે પહોંચ્યો છે. બેટ્સમેન રેન્કિંગમાં કોઇ ફેરફાર થયો નથી અને વિરાટ કોહલી અને રોહિત શર્મા ચોથા અને પાંચમા સ્થાને જળવાઇ રહ્યા છે.

Most Popular

To Top