ભારતીય ટીમ (Team India) હાલમાં દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ત્રણ ક્રિકેટ મેચની (Cricket Match) T20 શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમે આ શ્રેણીની પ્રથમ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. બીજી તરફ બીજી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે સિરીઝ જીતવા પર રહેશે. પરંતુ બીજી મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે આ આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. એટલું જ નહીં આ બોલર ટી-20ની વર્લ્ડકપમાંથી પણ બહાર થઈ ગયો છે તે લગભગ નિશ્ચિત છે.
બુમરાહ ઘણા સમયથી ફિટ નથી
જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પોતાની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. પીઠમાં સમસ્યા અને દુખાવાના કારણે તે નિયમિત ક્રિકેટ રમી શક્યો નથી. તાજેતરમાં જ બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પુનરાગમન કર્યું હતું. ત્રણ મેચની આ શ્રેણીમાં બુમરાહે છેલ્લી બે મેચ રમી હતી. જ્યાં તેની જોરદાર બોલિંગે ભારતીય ચાહકોની આશાઓ જગાડી હતી. પરંતુ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં બુમરાહ પીઠમાં સતત દુખાવાના કારણે રમી શક્યો ન હતો. હવે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર બીસીસીઆઈના એક સૂત્રએ સ્પષ્ટ કહ્યું છે કે બુમરાહ વર્લ્ડ કપ રમી શકશે નહીં. જોકે BCCIએ હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી.
સુર્યાએ તોડ્યો રિઝવાનનો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં બોલરો માટે ઘાતક બની ગયો છે. તે ટીમ ઈન્ડિયા માટે સતત રન બનાવી રહ્યો છે અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી રહ્યો છે. ગયા વર્ષે T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યા બાદ સુર્યાના બેટમાંથી ભારે રન નિકળી રહ્યાં છે. તેના ફોર્મનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે આ વર્ષે 40ની એવરેજ અને 180ના સ્ટ્રાઈક રેટથી 700થી વધુ રન બનાવ્યા છે.
ટીમ માટે ફરીથી સંકટ નિવારક
32 વર્ષીય સૂર્યા પણ પોતાના ફોર્મના આધારે એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં પણ ઘણો રન બનાવ્યો અને આ દરમિયાન મોહમ્મદ રિઝવાનનો વર્લ્ડ રેકોર્ડ પણ નષ્ટ કર્યો. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ સૂર્યકુમાર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયેલી ટીમ ઈન્ડિયાને બચાવવા મેદાને પહોંચ્યા છે. તેણે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમની ખતરનાક દેખાતી પીચને પણ પહેલા જ બોલથી ફટકારવાનું શરૂ કર્યું.