એક જમાનો હતો જયારે ક્રિકેટ અને તે પણ આખા વર્ષમાં એક જ વાર કોઈ એક સ્થળે પાંચ દિવસની ટેસ્ટ મેચના સ્વરૂપમાં રમાતી. હવે તો ક્રિકેટ આખું વર્ષ અને તે પણ માત્ર ટેસ્ટ મેચ નહીં, ૫૦ ઓવરની મેચ, ટી – ૨૦ ના સ્વરૂપમાં દુનિયામાં કયાંક ને કયાંક રમાતી જ હોય છે અને તેનું ટી. વી. પર લાઈવ પ્રસારણ પણ થતું હોય છે. હવે જેઓ વિદ્યાર્થી અવસ્થામાં છે તેમાંના ૮૦ થી ૮૫ ટકા વિદ્યાર્થીઓ ક્રિકેટ પાછળ ગાંડા હોય છે અને તેઓ ૩૬૫ દિવસ પોતાના અભ્યાસના ભોગે પણ લાઈવ પ્રસારણ જોયા કરતા હોય છે, જેને લીધે તેમની શૈક્ષણિક કારકિર્દી પર બહુ માઠી અસર પડે છે.
બીજું, આ રમતમાં હવે ફિક્સિંગનું દૂષણ દાખલ પડ્યું છે, જેને લીધે રમતનો ચાર્મ જળવાતો નથી. વળી જે કંપનીઓ આ રમતને સ્પોન્સર કરે છે, તેઓ જે પૈસા ચૂકવે છે તેના પ્રમાણમાં તેમની પ્રોડકટની કિંમતમાં વધારો કરે છે, પરિણામે મોંઘવારીમાં વધારો થાય છે. બાકી હતું તે અમેરિકા અને કેનેડા જેવા દેશોએ પણ આ રમતમાં ઝંપલાવ્યું અને આખી રમતનું રીતસર વ્યાપારીકરણ જ થઈ ગયું. હમણાં જે અમેરિકામાં મેચો રમાઈ રહી છે તેમાં પાકિસ્તાન, બાંગ્લા દેશ અને શ્રીલંકા જેવી ટીમો પ્રથમ આઠ ટીમમાં સ્થાન મેળવી શકી નથી.
તેની જગ્યાએ અમેરિકા અને કેનેડા જેવી તદ્દન નવી ટીમો પ્રથમ આઠમાં સ્થાન મેળવી ગઈ, એ શું બતાવે છે. એવું કહેવાય કે આ રમત હવે એક અનિષ્ટના રૂપમાં ઉભરી રહી છે. આખો સિનારિયો ક્રિકેટ જેવી ઉમદા રમતને એક મજાક અને જે તે ખેલાડી અને જે તે બોર્ડ માટે અઢળક પૈસા કમાવા માટેનું સાધન માત્ર બનાવી દીધી હોય એવો થઈ ગયો છે. ક્રિકેટની રમત એક મહાદૂષણ સાબિત થઈ રહી છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પુરુષોને જાણી બુઝીને ઉશ્કેરવામાં આવે છે
મોલ હોય, મેળાવડો હોય કે મેળો હોય, મંદિર હોય કે મસ્જીદ, સ્ત્રીઓ પોતાની મર્યાદા ચૂકી રહી છે. મંદિરના પુજારીઓ હોય કે મસ્જિદના મૌલવી આખરે તેઓ પુરુષ હોય છે. તેઓના ગર્ભગૃહ સુધી પગચંપી કરવાની શી જરૂર છે. પાશ્ચાત્ય વેશભૂષાએ ત્યાંની માથાફરેલ સંસ્કૃતિને અનુરૂપ હોઈ શકે, આપણી સંસ્કૃતિ માન મર્યાદાવાળી જગતભરમાં વખણાયેલ છે. જાણે સી બીચ ફરવા નિકળ્યાં હોય એવાં વસ્ત્રો માનવભીડને ઉત્તેજીત કરવા પૂરતાં છે.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.