ભારત સરકારની સંસદની ગૃહ મામલાની સંસદીય સમિતિનો અહેવાલ તાજેતરમાં રજૂ થયો છે. જે અહેવાલ ચિંતા ઉપજાવે તેવો છે. તેમાં જણાવાયું છે કે ગરીબ સામાન્ય નબળા લોકો પ્રત્યે પોલીસ ખાતુ અસંવેદનશીલ જણાયું છે. સામાન્ય પ્રજા પોલીસ સ્ટેશનોમાં જતાં ડરે, ફફડે છે. એ ડર દૂર થવો જોઇએ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઇને જતા સામાન્ય નાગરિકો પ્રત્યે પોલીસે સકારાત્મક લઇને જતા સામાન્ય નાગરિકો પ્રત્યે પોલીસે સકારાત્મક વલણ કેળવવું જોઇએ. સમિતિએ 33 ટકા મહિલા પોલીસની ભરતી કરવા પર ભાર મુકયો છે જયારે આજે મહિલાઓ માંડ દસ ટકા જોવા મળે છે કુલ ગુનાઓમાં અગિયાર ટકા મહિલાનો સામેનો હોય છે. પોલીસ સ્ટાફ ઓછો છે. કામનું ભારણ વધુ જોવા મળે છે. પોલીસને સારા-નરસા પ્રસંગે જવા રજા પણ મળતી નથી. પોલીસને દસ-બાર કલાક કે વધુ સમય ફરજ બજાવવી પડે છે. માંડ ખાવા આવ્યા હોય ને ફોન આવે. ખાવાનું છોડીને ફરજ પર જવું જ પડે એમને આરામની પણ જરૂર છે. કારણ માણસ સામાજીક પ્રાણી છે. જો એમના વેતન- પગારમાં વધારો કરે તો એઓ ખુમારીથી જીવી શકે.
જહાંગીરપુરા – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
