Business

શેરબજારમાં કડાકોઃ બેન્કિંગ સેક્ટરના શેર્સના ભાવ ખૂબ તૂટ્યાં

ભારતીય શૅરબજારમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 230.05 પોઈન્ટના ઘટાડા સાથે 81,381.36 પોઈન્ટ પર અને નિફ્ટી 34.20 પોઈન્ટના ઘટાડા સાથે 24,964.25 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.

જો કે, એક સમયે સેન્સેક્સ 81,671.38 પોઈન્ટ અને નિફ્ટી 25,028.65 પોઈન્ટની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. પરંતુ આ નજીવો વધારો પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને બજાર ઘટવા લાગ્યું. આપને જણાવી દઈએ કે ગઈકાલે ગુરુવારે શેરબજાર તેજી સાથે બંધ થયા હતા.

HCL ટેકના શેર આજે સૌથી વધુ ઉછળ્યા હતા
શુક્રવારે સેન્સેક્સની 30માંથી 17 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને બાકીની 13 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 50ની 50માંથી 28 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 22 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, HCL ટેકના શેર આજે મહત્તમ 1.70 ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે TCSના શેર મહત્તમ 1.93 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

ટેક મહિન્દ્રાના શેરમાં સારો વધારો
આ સિવાય ટેક મહિન્દ્રાના શેર 1.42 ટકાના વધારા સાથે અને JSW સ્ટીલના શેર 1.02 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 1.83 ટકા, ICICI બેન્ક 1.56 ટકા, પાવર ગ્રીડ 1.18 ટકા, મારુતિ સુઝુકી 1.13 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ શેરો પણ નફા સાથે બંધ થયા છે
આજે અન્ય નફાકારક શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ટાઇટન, ઇન્ફોસીસ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, નેસ્લે ઇન્ડિયાનો સમાવેશ થાય છે. જ્યારે એનટીપીસીના શેર કોઈપણ ફેરફાર વગર બંધ થયા હતા.

આ શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો
એ જ રીતે લાલ રંગમાં બંધ થયેલા અન્ય શેરોની યાદીમાં એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

Most Popular

To Top