સુરત: સુરતમાં લોકડાઉનની ભારે અફવાઓ ઉડતાં એક તરફ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી જાહેરાત કરવી પડી છે કે રાજ્યમાં લોકડાઉન નહીં થાય. બીજી તરફ સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર.પાટીલે સુરતમાં લોકડાઉનની વાતો માત્ર અફવા છે, હું દરેક કામદારોને અપીલ કરું છું કે સુરત છોડીને જશો નહીં.
સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર, સુરત મહાનગર પાલિકા, ડોક્ટર મિત્રો, મેડિકલ સ્ટાફ, પોલિસ કર્મીઓ, સામાજિક સંસ્થાઓ-સૌ કોરોના સામે લડવા અને બનતી મદદ કરવા ખડેપગે તૈયાર છે.
સુરત શહેર સુરક્ષિત છે.કામદારો ખોટી અફવાથી દુર રહે.સુરતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ માં છે.કામદારો માસ્ક પહેરે,સોશિયલ ડિસ્ટન્સ જાળવે,અને શરદી,ખાંસી,તાવ,ડાયેરિયા લક્ષણો જણાય નો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.પાંડેસરા,અને સચિનના ઉદ્યોગકારો દ્વારા પણ પલાયનની ખોટી અફવાથી દૂર રહેવા જણાવ્યું છે તથા અફવા ફેલાવનારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.