Gujarat

ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું શિડ્યુલ બદલાયું, હવે આ તારીખે લેવાશે એક્ઝામ

ગુજરાત: રાજ્યમાં ભરતી કૌંભાડ (scam) વચ્ચે વધુ એક પરીક્ષાની (exam) તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બિન સચિવાલય પરીક્ષા બાદ વધુ એક પરીક્ષા પાછી ઠેલાઈ છે. રાજ્યમાં યોજાનારી સિનિયર કલાર્કની કોમ્પ્યુટરની પરીક્ષાની (CTP) તારીખીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અસિત વોરાના (Asit vora) રાજીનામાં બાદ GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશ (A.K. Rakesh) જવાબદારી સંભાળી રહ્યા છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષાના આયોજન માટે વધુ સમય લાગી રહ્યો છે. ત્યારે CPT સિનિયર ક્લાર્ક (કોમ્પ્યુટર) ની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ પ્રિલીમનરી પરીક્ષા બાદ કોમ્યુટર ટેસ્ટનું આયોજન કરે છે. જેમાં સિનિયર ક્લાર્ક જાહેરાત નંબર 185/201920ની કુલ પોસ્ટ 1497 માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. જે માટે ભરતીમાં લાયક ઉમેદવારો તારીખ 24/02/2022 થી 27/02/2022 સુધી કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ CPTનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષાના એક અઠવાડિયા પહેલા GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશે ટ્વીટ કરી માહિતી આપી છે કે CPT સિનિયર ક્લાર્કની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે. વધુ માહિતી માટે gsssb.gujarat.gov.in પર પરીક્ષાના આયોજન વિશે અપડેટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

બિન સચિવાલયની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે
આ અગાઉ પણ રાજ્યમાં 13 ફેબ્રુઆરી રવિવારે યોજાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં બે સરકારી ભરતી પરીક્ષાઓ મોકૂફ રાખતા સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશ અને પંકજ કુમાર પરીક્ષાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી છે તેવી માહિતી ખુદ એ.કે.રાકેશે પ્રેસ કોન્ફરન્સ કરી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે હવેની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ઉમેદવારને ન્યાય મળે તે હેતુથી કામ થઈ રહ્યું છે. ઉમેદવારોને આસવાસન આપતા કહ્યું કે આવનારા 2 મહિનામાં ભરતી પરીક્ષાનું આયોજન થઈ જશે.

પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ અસિત વોરા?
રાજ્યમાં યોજાનારી સરકારી ભરતી પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ પૂર્વ ચેરમેન અસિત વોરાનું રાજીનાંમુ છે. કારાણ કે ચેરમેન બદલાતા પરીક્ષા નવી પદ્ધતિથી લેવામાં આવશે. નવા ચેરમેન એ.કે.રાકેશ કહ્યું કે અગાઉની પરીક્ષા પદ્ધતિ હું વાકેફ ન હતો, 2 મહિનાની આસપાસ પરીક્ષા કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે તેમજ પરીક્ષામાં પદ્ધતિમાં ફેરફાર કરવાનો હોવાથી આટલો સમય લાગશે.

Most Popular

To Top