નવસારી : ડાભેલ ગામે લગ્ન પ્રસંગમાં (Marriage) જમણવાર માટે ગાયનું કતલ (Cow slaughter) કરતા પોલીસે (Police) છાપો મારી 150 કિલો ગૌમાસ સાથે પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક પુત્રને વોન્ટેડ (Wanted) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મરોલી પોલીસને બાતમી મળી હતી કે, ડાભેલ ગામે હાંસ મહોલ્લો જુમ્મા મસ્જીદની બાજુમાં રહેતા નઝીરભાઈ સઈદભાઈ મંગેરાના ઘરમાં લગ્ન પ્રસંગની ઉજવણી માટે ગાયની કતલ થઇ રહી છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે જઈ છાપો મારતા ઘરના પાછળના ભાગે સિમેન્ટ કોંક્રીટના કાચા ચણતરવાળા ભાગમાં કાળા તથા સફેદ રંગની ગાયનું કતલ કરેલી હાલતમાં ગૌમાંસના છુટા છવાયા માંસના ટુકડાના ઢગલા પડેલા મળી આવ્યા હતા.
- ગાયનું કતલ કરેલી હાલતમાં ગૌમાંસના છુટા છવાયા માંસના ટુકડાના ઢગલા પડેલા મળી આવ્યા
- આ અંગે મરોલી પોલીસને બાતમી મળી હતી
જે બાબતે પોલીસે નઝીરભાઈને પુછતા નાના દીકરા હારૂનના 27મી સપ્ટેમ્બરે લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં જમણવાર માટે ગાય કતલ કર્યું છે. જેથી પોલીસે 15 હજાર રૂપિયાનું 150 કિલો ગૌમાસ, 200 રૂપિયાનો ગૌમાસ કાપવા માટે વાપરેલા લોખંડના 4 છરા, 1 હજાર રૂપિયાનો ઇલેક્ટ્રિક વજન કાંટો અને 250 રૂપિયાની એલ્યુમિનિયમનું મોટું તપેલું મળી કુલ્લે 16,450 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ પોલીસે નઝીરભાઈ સઈદભાઈ મંગેરા અને પુત્ર જાવેદ મંગેરાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય પુત્ર હારૂન મંગેરાને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ચાકળિયા ગામે આંતક મચાવતા દીપડાઓ પૈકીનો એક પાંજરે પુરાયો
વ્યારા: સોનગઢ તાલુકાના ચાકળિયા ગામે બે મહિનાથી આંતક મચાવતા ચાર દીપડાઓ પૈકીનો એક પાંજરે પુરાયો છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈ ડુંગરી ફળિયામાં પાંજરા મુકવામાં આવ્યા હતા. જેમાં આજરોજ એક દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમે દીપડાને જંગલમાં છોડવાની કાર્યવાહી આદરી છે. ગામની સીમમાં હાહાકાર મચાવનારા અન્ય દીપડાઓ હજુ પણ પકડાયા નથી. વહેલી સવારે પશુ ચારવા જતા પશુપાલકો તેમજ ખેડૂતોમાં ફફડાટ છે. વન વિભાગ દ્વારા અન્ય દીપડાનું લોકેશન મેળવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.