Gujarat

વડોદરાની ગાયોએ કરી કેરીના રસની ઉજાણી, આ રીતે પીરસાયો રસ

વડોદરા: ઉનાળાની (summer) સીઝન શરૂ થતા જ કેરીના (Mango) રસીયાઓ કેરીના રસની મજા માણી રહ્યા છે. તેમજ ફળોનો રાજા તરીકે જાણીતી કેરી હાલ માર્કેટમાં (Market) પણ રંગે ચંગે વેચાય રહી છે. ત્યારે અબોલા પ્રાણીઓ પણ ગરમીથી રાહત મેળવે તેમજ ફળોના રાજાનો સ્વાદ માણે તે માટે વડોદરામાં (Vadodara) એક અનેરો અને અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

વડોદરાના પાંજરાપોળમાં એક ખાનગી સંસ્થા દ્વારા ગૌ માતાને કેરીના રસની ઉજાણી આપવામાં આવી હતી. આ ગાયોને એક અનોખા ડાઇનિંગ ટેબલ ઉપર પીરસવામાં આવ્યો હતો. તેમજ વારા ફરતી નંબર અનુસાર આ ગાયોને રસ પીવા માટે છુટી મુકવામાં આવી હતી. આ પ્રથમ વાર છે કે જ્યારે સેંકડો લીટર કેરીનો રસ પશુને પીરસવામાં આવ્યો હોય.

સંસ્થાના માલિકના જણાવ્યા મુજબ ગૌ માતાને રસ પીવડાવવાની યોજના તેઓએ ઘણા દિવસ અગાવ બનાવી હતી. તેમજ 15 દિવસ સતત મહેનત કર્યા બાદ તેમની યોજના આખરે રંગ લાવી હતી. સામાન્ય રીતે ફ્રોઝન કેરીના રસને જમાડવાનું ચલણ હાલ વધ્યુ છે. પરંતુ તેમની સંસ્થાએ ગૌ માતાને તાજો જ રસ ખવડાવવો હતો.

પોતાના આવા કલ્યાણકારી વિચારોને કારણે સંસ્થાના માલિકે 15 દિવસ અગાવથી જ તૈયારીઓ શરૂ કરીને, તાજો કેરીનો રસ કઢાવડાવ્યો હતો. તેમજ ગૌ માતાને પીરસ્યો હતો. આ કાર્ય માટે વડોદરાથી ફૂડ ગ્રેડ કારબા ભરીને 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો. તેમજ રસ ઠંડો જ રહે તે માટે તેને બરફના પીપડામાં સાચવવામાં આવ્યો હતો.

લગભગ એક કલાક મુસાફરી કર્યા બાદ કેરીના રસને પાંજરાપોળ પહોંચાડવામાં આવ્યો હતો. તેમજ ત્યાં એક મોટી ક્યારી બનાવવામાં આવી હતી. કે જેમાં ગૌ માતાને ઠંડો કેરીનો રસ પીવડાવી શકાય. ત્યાર બાદ રસ પાંજરાપોળ પહોંચતા જ રસને ક્યારીમાં ઠાલવવામાં આવ્યો હતો. તેમજ જેવી ગાયોને છોડવામાં આવી તરત જ ગૌ માતાએ રસને આરોગવાનું શરૂ કરી દીધુ હતું.

રસ આરોગવા માટે પણ ગૌ માતાને વારાફરતી ક્રમમાં ક્યારી તરફ મોકલવામાં આવી હતી. તેમજ જેમ જેમ ગૌ માતાનો વારો પૂર્ણ થયો તેમ તેમ તેમને ફરી વાળામાં બાંધવામાં આવી હતી. રસ આરોગ્યા બાદ ગૌ માતાના મોં ઉપર સુખદ હાવભાવ જોવા મળ્યા હતા.

Most Popular

To Top