Gujarat

કોવિન પોર્ટલ પર સરકારે કર્યા ફેરફાર, જાણો શું છે ડિજિટલ સિક્યુરિટી કોડ..

વેક્સિન (Vaccine) લેવા માટે 18 વર્ષથી વધુ વયના યુવાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે રજીસ્ટ્રેશનની (Registration) પ્રક્રિયા જટીલ હોવાથી અને રજીસ્ટ્રેશનની સાઈટ મિનિટોમાં જ ફૂલ થઈ જતી હોવાથી યુવાઓ અસમંજસમાં મુકાય છે. એવામાં સરકારે કોવિન પોર્ટલમાં મહત્વના ફેરફાર કર્યા છે. આ ફેરફાર દ્વારા કેટલીક  ખામીઓ દૂર કરવામાં આવી છે, આ સાથે જ એવી કેટલીક સુવિધાઓ પણ જોડવામાં આવી છે જેથી કરીને રજિસ્ટ્રેશનને સરળ બનાવી શકાય. હવે રજિસ્ટ્રશનના સમયે યૂઝરના મોબાઈલ પર એક 4 અંકનો ડિજિટલ સિક્યુરિટી કોડ (Digital Security Code) આવશે, જે યુઝર્સે સંભાળીને રાખવો પડશે. રસીકરણ બાદ આ કોડ વેક્સિનેટરને આપવો પડશે. ત્યારબાદ જ સંબંધિત વ્યક્તિનું રસીનું સ્ટેટસ અપડેટ કરવામાં આવશે. જેથી સ્પષ્ટ થશે કે રજીસ્ટ્રેશન કરાવનારને રસી મળી ગઈ છે. 

આરોગ્ય સેતુ એપ દ્વારા મળેલી જાણકારી મુજબ રસીકરણ સેન્ટર પર 4 અંકવાળો કોડ દેખાડ્યા બાદ રસી મૂકાશે. આ ઉપરાંત જો તમે રસીકરણ બાદ ડિજિટલ સર્ટિફિકેટ જનરેટ કરવા માંગતા હોવ તો પણ તમારે પોર્ટલ પર તમારો કોડ નોંધાવવો પડશે. ત્યારબાદ તમને મેસેજ આવશે કે તમારું રસીકરણ સફળતાપૂર્વક થઈ ગયું છે. કોવિન સિસ્ટમ પર લાગુ કરાયેલું આ ફીચર ફક્ત એવા લોકો માટે હશે જેઓએ રસીકરણ માટે ઓનલાઈન બુકિંગ કર્યું હશે. 

સરકારે એક મેથી 18+ વાળા માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ત્યારથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળી છે. જેને ધ્યાનમાં રાખતા હવે સરકારે કોવિન પોર્ટલમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.  કોવિન પોર્ટલ પર કરાયેલા ફેરફારમાં સૌથી મોટો ફેરફાર છે ડિજિટલ કોડ ફીચર. હવે રજિસ્ટ્રશનના સમયે યૂઝરના મોબાઈલ પર એક 4 અંકનો ડિજિટલ સિક્યુરિટી કોડ (Digital Security Code) આવશે જેના આધારે સંબંધિત વ્યક્તિનું રસીનું સ્ટેટસ અપડેટ કરવામાં આવશે.

સહકારી સંસ્થાઓની મદદથી મેગા વેક્સિનેશન અભિયાન શરૂ કરાયુ

સુરત: કોરોના સંક્રમણની બીજી લહેરમાં સુરત જિલ્લામાં સૌથી વધુ ઓલપાડ તાલુકાના ગામો પ્રભાવિત થતા જિલ્લા આરોગ્ય વિભાગે ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ગામોને સંપૂર્ણ રીતે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લઇ વેક્સિનેશન માટે મેગા અભિયાન શરૂ કર્યુ છે. જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલ,ડીડીઓ હિતેશ કોયા અને આરોગ્ય અધિકારી દ્વારા વેક્સિનના પહેલા અને બીજા ડોઝ માટે ગામોમાં સુમુલ ડેરી સાથે સંકળાયેલી દૂધ મંડળીઓ અને શાકભાજી વેચાણ કરનારી મંડળીઓમાં વેક્સિન આપવાનું શરૂ કરાયું છે.

એવી જ રીતે ખરીદ વેચાણ સંઘનો કેન્દ્રોના ઉપયોગ કરવામા આવ્યા છે. જિલ્લાના સહકારી આગેવાન અને સુમુલડેરીના ડિરેક્ટર જયેશ પટેલ(દેલાડ)એ જણાવ્યું હતું કે આજે સોંદલાખારા દૂધ મંડળી અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીમાં વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં ગ્રામિણ લોકો ઉમટી પડ્યા હતા. સુમુલ ડેરીના સહયોગથી ટકારમાં પારડીઝાંખરી, તળાદ,દેલાડ, સાંધિયેર,અછારણ,કોબા,કદારમા,નરોઇ મંદરોઇ સહિત તાલુકાના 53 સેન્ટરોમાં વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં ઓલપાડ તાલુકાના 1500થી વધુ ગ્રામીણો કોરોનાગ્રસ્ત બન્યા હતા અને 138થી વધુ લોકોના મોત એકજ તાલુકામાં થયા હતાં.

Most Popular

To Top