ભારત સરકાર (Indian Govt)નું કહેવું છે કે બ્રિટને કોરોનાની રસી કોવિશિલ્ડ (Covishield)ને માન્યતા ન આપીને ભેદભાવભર્યું વલણ અપનાવ્યું છે. સાથે જ એ પણ કહ્યું છે કે જો કોઈ ઉકેલ નહીં મળે તો ચોક્કસથી બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા (Harshvardhan shringala)એ આજે કહ્યું કે કોવિશિલ્ડને માન્યતા ન આપવાનો યુકે સરકાર (UK Govt)નો નિર્ણય “ભેદભાવપૂર્ણ” છે. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણય ચોક્કસથી ભારતના “પારસ્પરિક પગલાં લેવાના અધિકાર” ની અંદર આવે છે. તેમણે વધુના ઉમેર્યું, ‘કોવિશિલ્ડની ડી-રેકગ્નિશન (D recognized) એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યુકેની મુસાફરી કરતા અમારા નાગરિકોને વધુ અસર કરે છે. ભારતના વિદેશ સચિવે યુકેના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. અને જણાવ્યું હતું કે “મને કહેવામાં આવ્યું છે કે કેટલાક આશ્વાસન આપવામાં આવ્યા છે કે આ મુદ્દાને ઉકેલવામાં આવશે.”
શા માટે બ્રિટને મુસાફરીના નિયમો બદલ્યા
તમને જણાવી દઈએ કે બ્રિટને તેના કોવિડ -19 ટ્રાફિક નિયમોમાં ફેરફાર કર્યા છે પરંતુ નવા વિવાદને પણ જન્મ આપ્યો છે. બ્રિટન પર ભારત સામે ભેદભાવ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ભારત તરફથી આવતા મુસાફરો માટે નક્કી કરાયેલા નિયમોની સમીક્ષા કરવા માટે યુકે સરકાર પર દબાણ વધી રહ્યું છે. આનું કારણ એ છે કે યુકેના નવા નિયમો હેઠળ ‘કોવિશિલ્ડ’ રસી લેનારાઓને રસીકરણ ગણવામાં આવશે નહીં, જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા રસી મેળવનારાઓને માન્યતા આપવામાં આવી છે. જો કે અહીં યુકે સરકારની ભૂલ પણ થાય છે કે કોવિશિલ્ડ ભારતની જ છે જો કે આ રસી પણ ઓક્સફર્ડ દ્વારા જ શોધ કરવામાં આવી છે, અને તેનું ફક્ત ઉત્પાદન ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ભારતની મોટાભાગની વસ્તીને કોવિશિલ્ડ રસી મળી છે
આ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા રસીનું ભારતીય સંસ્કરણ છે. તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યું છે, છતાં ભારતને યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. યુકેમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (AISAU) ના પ્રમુખ સનમ અરોરાએ જણાવ્યું હતું કે, “ભારતીય વિદ્યાર્થીઓ નારાજ છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવભર્યું પગલું છે કારણ કે અમેરિકા અને ઇયુમાં તેમના સમકક્ષો કરતાં અલગ વર્તન કરવામાં આવે છે. અને આ ચોક્કસથી ભારતની ઈર્ષ્યાના ભાગરૂપે જ થઈ રહ્યું છે. ‘