અમેરિકામાં (America) ૨૪ કલાકમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ૧૦ લાખ નવા કેસો નોંધાયા છે અને તેણે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. રોગચાળો શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધી દુનિયામાં ક્યારેય કોઇ પણ દેશમાં એક જ દિવસમાં કોવિડના (Covid) આટલા નવા કેસ નોંધાયા નથી.
- ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૦ લાખ નવા કેસો નોંધાયા
- અમેરિકા આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ
- ચાર દિવસ પહેલા જ અમેરિકામાં રચાયેલો પ૯૦૦૦૦ દૈનિક કેસોનો વિશ્વ વિક્રમ લગભગ બમણા નવા કેસો સાથે તૂટી ગયો
અમેરિકામાં સોમવારે (Monday) કોવિડ-૧૯ના કેસો એક જ દિવસમાં પપ૦ લાખ પરથી ૫૬૦ લાખ થઇ ગયા હતા, ૨૪ કલાક કરતા પણ ઓછા સમયમાં આ બન્યું છે. સોમવાર સવારના આંકડાઓ પ્રમાણે અમેરિકામાં કોવિડના પપ૧૧૪૦પ૭ કન્ફર્મ કેસો હતા અને મધરાત સુધીમાં તો આ કેસો વધીને પ૬૧૯૦૯૪૬ થઇ ગયા હતા. ૨૪ કલાક કરતા પણ ઓછા સમયમાં દસ લાખ કરતા વધુ કેસોનો આ દેશમાં ઉમેરો થઇ ગયો હતો. આમ પણ અમેરિકા આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ રહ્યો છે. ચાર જ દિવસ પહેલા અમેરિકામાં દૈનિક કેસોનો એક નવો વિક્રમ સર્જાયો હતો અને ત્યારે પ૯૦૦૦૦ નવા કેસો નોંધાયા હતા. ચાર જ દિવસમાં લગભગ બમણા નવા કેસો નોંધાવાની સાથે અમેરિકાએ પોતાનો જ દેનિક નવા કેસોનો વિક્રમ તોડી નાખ્યો છે. દૈનિક કેસોની મોટી સંખ્યાના વિક્રમની બાબતમાં ભારતનો વિશ્વમાં અત્યાર સુધીમાં બીજો ક્રમ આવે છે. ૭ મે, ૨૦૨૧ના રોજ ભારતમાં ૪૧૪૦૦૦ દૈનિક કેસો નોંધાયા હતા, જ્યારે આ દેશમાં બીજી લહેર ચાલી રહી હતી.
ન્યૂયોર્ક શહેરમાં ફરીથી ઘણા કેસો નોંધાવા માંડ્યા છે. ત્યાં સાત દિવસની પોઝિટિવિટી રેટની સરેરાશ ૩૩.૪૯ ટકા થઇ ગઇ છે. અમેરિકા તથા અન્યત્ર કોવિડના કેસોમાં ઝડપી વધારા માટે તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને જવાબદાર માનવામાં આવે છે.
ફ્રાન્સમાં નવો વેરિયન્ટ વધુ જોખમી
કોરોના અને ઓમિક્રોનના જોખમ વચ્ચે ફ્રન્સમાં વધુ એક વેરિયન્ટે એન્ટ્રી મારી છે. દક્ષિણ ફ્રાન્સમાં 12 લોકોને નવા વેરિયન્ટથી સંક્રમિત થયા છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટની ઓળખ B.1.640.2 તરીકે કરી છે. આ નવા વેરિયન્ટના અત્યારસુધીમાં 46 મ્યૂટેશન જોવા મળ્યા છે. પરંતુ આ નવો વેરિયન્ટ કેટલો જોખમી છે અને તેના સંક્રમણનો દર શું છે તે જાણી શકાયું નથી. નિષ્ણાંતોના કહ્યા પ્રમાણે નવો વેરિયન્ટ બે સ્તર પર ખતરનાક બની શકે છે કાં તો એનો મૃત્યુ દર વધારે છે અથવા સંક્રમણનો દર. જોકે હવે ફ્રાન્સમાં મળી આવેલા નવા વેરિયન્ટ વિશે હજી સુધી આવી કોઈ માહિતી સામે આવી નથી.