પાદરા: પાદરામાં અલગ અલગ 7 જગ્યાઓ પર સરકાર દ્વારા મફતમા આપવામાં આવતા કોવિડ વેકસીન ના સેન્ટરો ઉભો કરી પાદરાના ભાજપા ના હોદ્દેદારો અને કોર્પોરેટરો એ જશ છાંટવા સરકારની ગાઈડ લાઇન ના ધજાગરા ઉડાવી ફોટો સેશન કર્યું હતું અને કોવિડ ગાઈડ લાઇન નો ભંગ કર્યો હતો.
જેની તસવીરો સોસીયલ મીડિયામાં અપલોડ કરતા તે વાઇરલ થઈ હતી અને જેને લઈ સોસીયલ મીડિયા માં ચર્ચા નો વિષય બન્યો હતોસરકાર દ્વારા રસીકરણ નો વ્યાપ વધારવા નીર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે પાદરા આરોગ્ય વિભાગ દ્વારા જેને અનુલક્ષી ને અલગ અલગ ટિમો બનાવી ને તેનો રસીકરણ નક વ્યાપ વધારવામાં આવ્યો છે.
ત્યારે તેનો પાદરા ભાજપના કેટલાક હૉદેદારૉ અને કાર્યકરતા અને કોર્પોરેટરો એ સોશ્યલ ડિસ્ટન્ટ વિના અને માસ્ક પહેરીયા વિના પોતાના વોર્ડ વિસ્તારમાં વેકસીનેશન ના ફોટા પડવામાં મશગુલ બની ગયા હતા અને તે ફોટો સોસીયલ મીડિયા માં અપલોડ કરી પોતાની પોઝિટિવ કામગીરી દેખાડી હતી.
જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ની રસી મૂકવાનો પ્રારંભ ઘણા સમય થી શરૂ કરી દેવામાં આવેલ છે.પાદરા મા કૉરૉના એ માથુ ઉચકતા તંત્ર સુરક્ષાના પગલે લોકો સૂચના આપે છે તેવામાં પાદરા ભાજપના નેતાઓજ નિયમોના ધજાગરા ઉડાવતા સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.