રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર દરમ્યાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી અને તેની સામે 258 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે કોરોનાના અત્યાર સુધીના કુલ 8.24 લાખ કેસો નોંધાયા છે.20 જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.
આજે રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં કોરોનાના નવા 53 કેસો નોંધાયા છે. જયારે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સાજા થઈ જતાં 258 દર્દીઓને રજા આપવામાં આવી છે. નવા કેસો પૈકી અમદાવાદ મનપામાં 11 કેસો , સુરત મનપામાં 9 , રાજકોટ મનપામાં 4, જામનગર મનપામાં 1 અને વડોદરા મનપામાં 1 કેસ નોંધાયો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ 8,24,200 કેસો નોંધાયા છે.
રાજયમાં હાલમાં કુલ 1151 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 8 દર્દીઓ વેન્ટિલેટર પર અને અન્ય 1143 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં રાજયમાં 8,12,976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.જયારે 10073 દર્દીઓનું સારવાર દરમ્યાન કોરોનાથી મૃત્યુ થયુ છે. આજે દિવસ દરમ્યાન 3,02,282 લોકોનું રસીકરણ કરાયું છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ , 45 વર્ષથી વધુ ઉમરના 45569 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ 88007 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 18થી 45 વર્ષના 143419 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 5 વર્ષના 11232 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.