રાજ્યમાં કોરોનાના નવા વધુ 84 કેસ નોંધાયા છે. જ્યારે વધુ ત્રણ દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જેમાં અમદાવાદ મનપા- ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ રાજ્યમાં મૃત્યુઆંક 10,062 થઈ છે. ગુરૂવારે અમદાવાદ મનપા 18, સુરત મનપામાં 11, સુરત ગ્રામ્યમા 05, વડોદરા મનપામાં 04, વડોદરા ગ્રામ્ય 05, રાજકોટ મનપામાં 04, વલસાડમાં 4, અમરેલી, આણંદ, જામનગર મનપા, જૂનાગઢ ગ્રામ્ય, મહેસાણા અને નવસારીમાં 3-3- નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 2,794 થઈ છે. 11 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 2,783 દર્દીઓ સ્ટેબલ છે. આજે 300 દર્દીઓ સાજા થયા છે.
વધુ 2,84,791 વ્યક્તિઓને રસી આપવામાં આવી
46,235 જેટલા 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને પ્રથમ ડોઝ, 75,669 વ્યક્તિને બીજો ડોઝ, તેવી જ રીતે 244 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ અને 8,068ને બીજો ડોઝ, જ્યારે 18 થી 45 વર્ષ સુધીના 1,50,801 વ્યક્તિઓને પ્રથમ ડોઝ, 3,774ને બીજો ડોઝ મળી કુલ 2,84,791 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 2,59,62,780 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.