Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ: સૌથી વધુ સુરત મનપામાં 5 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં 28 જિલ્લા અને 3 મનપા વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસો નોંધાયા છે. જેમાં સુરત મનપામાં 5, અમદાવાદ મનપામાં 4, અમરેલીમાં 3, ખેડામાંમ 3, વડોદરા મનપામાં 3, રાજકોટ જિ.માં 2, આણંદમાં 1, જામનગર મનપામાં 1, નવસારીમાં 1, રાજકોટ મનપામાં 1, સુરત જિલ્લામાં 1 એમ કુલ 25 નવા કેસો નોંધાયા છે.

હાલમાં રાજ્યમાં કોરોનાના 207 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 201 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આજે 14 દર્દીઓ કોરોનાની સારવાર દરમ્યાન સાજા થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 814761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો રીકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે સારવાર દરમ્યાન અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કારણે 10077 દર્દીઓએ જાન ગુમાવ્યો છે.

રાજ્યમાં રવિવારે વધુ 3.85 લાખ લોકોને રસીકરણ કરાયું છે. જેમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. 45 વર્ષથી વધુ ઉંમરના 45411 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 154836 લોકોને રસીનો બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 135991 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18-45 વર્ષ સુધીના 40657 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 3.65 લોકોને કોરોના સામે લડવા રસી અપાઈ ચૂકી છે.

Most Popular

To Top