રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ, સુરત મનપા, આણંદમાં 4-4, વડોદરા મનપામાં 3, જ્યારે અમરેલી, ભાવનગર ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્ય, ખેડા, નવસારી, રાજકોટ મનપા, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે.આ ઉપરાંત એકટિવ કેસની સંખ્યા 204 થઈ છે. જ્યારે 199 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. અને 05 દર્દીઓ વેલ્ટીલેટર પર છે. બીજી તરફ આજે 24 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,720 દર્દીઓ સાજા થયા છે. આજે શુક્રવારે હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર મળીને 65ને પ્રથમ ડોઝ અને 6,612ને બીઝો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18-45 વર્ષ સુધીના 3,54,318 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 24,808ને બીજો ડોઝ 3,54,618 તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 1,35,057 વ્યક્તિને અને બીજો ડોઝ 72,103 મળી કુલ 5,93,263 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,55,94,297 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ, અમદાવાદ- સુરત મનપા અને આણંદમાં 4-4 કેસ
By
Posted on