રાજ્યમાં એક દિવસમાં ૧૪ હજાર કેસો નોંધાંતા હતા તેમાં આજે રવિવારે ઘટાડો નોંધાવવા સાથે ૧૨૯૭૮ કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમ્યાન રાજ્યમાં વધુ ૧૫૩ દર્દીઓએ દમ તોડયો છે. એકલા અમદાવાદમાં વધુ નવા કેસો અને મૃત્યુ પણ વધારે નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૫.૯૪ લાખ જેટલા કેસો નોંધાવવા પામ્યા છે.
આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં આજે રવિવારે કોરોનાના નવા ૧૨૯૭૮ કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદ મનપામાં ૪૬૮૩ કેસો, સુરત મનપામાં ૧૪૯૪, વડોદરા મનપામાં ૫૨૩, ભાવનગર મનપામાં ૪૩૬, રાજકોટ મનપામાં ૪૦૧, જામનગર મનપામાં ૩૯૮, ગાંધીનગર મનપામાં ૧૫૩ અને જુનાગઢ મનપામાં ૧૪૬ કેસો નોંધાયા છે. આ રીતે મનપા વિસ્તારમાં ૮૨૩૪ કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૪૭૪૪ કેસો નોંધાયા છે.
આજે સારવાર દરમ્યાન રાજ્યમાં ૧૫૩ દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ મનપામાં ૨૬, સુરત મનપામાં ૯, મહેસાણામાં ૨, વડોદરામાં ૧૧, ભાવનગર મનપામાં ૫, રાજકોટ મનપામાં ૧૦, જામનગર મનપામાં ૭, સુરત જિ.માં ૪, જામનગર જિ.માં ૭, બનાસકાંઠામાં ૩, ભાવનગરમાં ૬, વડોદરામાં ૮, પાટણમાં ૨, કચ્છમાં ૩, મહીસાગરમાં ૧, જૂનાગઢમાં ૬, જૂનાગઢ મનપામાં ૩, સાબરકાંઠામાં ૪, રાજકોટમાં ૫, નર્મદામાં ૧, અણરેલીમાં ૩, વલસાડમાં ૧, પંચમહાલમાં ૨, છોટા ઉદેપુરમાં ૨, નવસારીમાં ૧, સુરેન્દ્રનગરમાં ૭, મોરબીમાં ૧, અરવલ્લીમાં ૧, દાહોદમાં ૨, અમદાવાદમાં ૧, ભરૂચમાં ૬ દ્વારકામાં ૨ અને બોટાદમાં ૨ એમ કુલ ૧૫૩ દર્દીઓએ દમ તોડ્યો છે.
હાલમાં રાજયમાં ૧૪૬૮૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ૭૨૨ દર્દીઓ વેન્ટિલેટર પર, જ્યારે ૧૪૬૦૯૬ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૪૦૨૭૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૫૦૮ દર્દીઓના કોરોનાથી મોત થયા છે.