Gujarat

રથયાત્રા પૂર્વે કોરોનાના નવા કેસો ઘટીને 42 થયા, એક પણ મોત નહીં

સોમવારે અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુર જગદીશ મંદિની 144મી રથયાત્રા પંરપરાગત માર્ગો પર કફર્યુ વચ્ચે નીકળનારી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડા સાથે 42 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ ઉપરાંત 262 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નવા 42 કેસો નોંધાયા છે. જેમાં સુરત મનપામાં 11 કેસો, અમદાવાદ મનપામાં 7, રાજકોટ મનપામાં 3, વડોદરા મનપામાં 3, ભાવનગરમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે બે મનપા સહિત 22 જિલ્લાઓ એવા છે કે જ્યાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. સારવાર દરમ્યાન રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ પણ થયું નથી. બીજી તરફ સારવાર દરમ્યાન 262 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં 813238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજયમાં દર્દીઓનો રિકવરી રેટ વધીને 98.66 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 10073 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

હાલમાં રાજ્યમાં 931 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 9 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 922 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં રવિવારે 232949 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 45 વર્ષથી ઉપરના 38478 લોકોને પ્રથમ ડોઝ, 45 વર્ષથી ઉપરના 64871 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષના 115506 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 4989 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કરનો પણ સમાવેશ થાય છે.

Most Popular

To Top