માર્ચ મહિનાનો મધ્યભાગ એટલે કોરોના જેવા ઘાટક વાયરસનો ભારતમાં પ્રવેશનો સમય. ગયા વર્ષે બરાબર આ જ સમયે કોરોના આપણા ભારતમાં પ્રવેશી ચુકયો હતો. આ વાયરસે માસ્ક, સેનિટાઈઝર, લોકડાઉન, સોશિયલ ડિસટન્સ જેવા શબ્દોની ભયાનકતાને દરેક માણસની નસેનસમાં ગુંજતી કરી દીધી. લોકડાઉનનો સમયગાળો યાદ કરીએ તો માણસ શારીરિ રીતે તો પોતાના ઘરમાં કેદ થઇ પોતાના ઘરનાં માણસો સાથે સમય વિતાવી રહ્યો હતો.
પરંતુ લાંબાગાળાના લોકડાઉન પછી માનસિક રીતે ખુબ પડી ભાગ્યો હતો. બીજી બાજુ ગયા વર્ષના લોકડાઉનના ખરાબ સમયમાં માણસ સારી બાબતો પણ શીખી શકયો. પરિવાર માટે સમયમાં માણસ સારી બાબતો પણ શીખી શકયો.
પરિવાર માટે સમય ફાળવણી ઘરડાં મા-બાપની સેવાનો અવસર બચતનું મહત્વ ઘરનો પૌષ્ટિક ખોરાક ગામડાના વાતાવરણની શુદ્ધ હવાના ફાયદા, પાડોશી પ્રથમ સગો મદદની ભાવના, શારિરીક સ્વચ્છતા, નિયમોનું પાલન વગેરે ઘણા બધા સારા પાસાઓ માણસના જીવનમાં વણાય ગયા પરંતુ આ બધુ થોડા સમય માટે જ!
પછી તો જાણે બધી જ ચોકસાઈ નેવે મૂકી કોરોના જાણે જતો જ રહ્યો હોય એમ માણસ મુકત બનીને ફરવા લાગ્યો અને તેને પરિણામે હાલના સમયમાં પણ જયારે કોરોનાના પોઝિટીવ કેસો ખુબ વધી રહ્યા છે. શરૂ થયેલી શાળાઓ બંધ થઇ રહી ચે ત્યારે માર્ચ-2020 ફરી પાછુ યાદ આવી જાય એ સ્વાભાવિક છે અને પ્રજા વિચારવા માટે મજબુર થઇ કે શું ફરી પાછું લોકડાઉન આવી શકે?
અમરોલી – પાયલ વી. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.