Charchapatra

સૌજન્ય, સરળતા અને સંવેદનશીલતાનો પર્યાય એટલે વિજય રૂપાણી

હમણાં જ અમદાવાદની વિમાન દુર્ઘટનાનું ગુજરાત સાક્ષી બન્યું. કદાચ વિમાની અકસ્માતની દુનિયામાં આટલાં બધાં લોકોનો એક સાથે ભોગ લેનાર બનાવ ભારતમાં તો શું વિશ્વમાં પણ નહિ બન્યો હોય. આમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી પણ કાળનો કોળિયો બની ગયા. હું રાજકારણમાં ઝાઝું જાણનાર વ્યકતિ નથી અને એમણે રાજકોટ અને ગુજરાત માટે જે કાંઈ પણ એના કાર્યકાળ દરમ્યાન કર્યું એની નોંધ પ્રજાજનોએ અને મીડિયાએ લીધી છે અને લેશે પણ મને એમની નિખાલસતા, દોડીને કોઈ પણ આફતમાં જાતે જવાનું અને ખાસ તો જાણે પોતાની કોઈ પારિવારિક સમસ્યા હોય એવો ઊંડો રસ લઈ એને હાથ ધરવાની કળા તો અન્ય રાજકારણીઓએ એમની પાસેથી શીખવી ઘટે. ખાસ કરીને કોરોના કાળમાં એમણે જે રીતે અનેક ક્ષેત્રોમાં નમૂનેદાર કામ કર્યું હતું. અધિકારીઓ સાથે રાતે બાર વાગ્યે મિટીંગો કરી સૂચના અને માર્ગદર્શન આપવામાં વ્યસ્ત એવા સાચા અર્થમાં સંવેદનશીલ મુખ્ય મંત્રી આપણને ફરી ભાગ્યે જ પ્રાપ્ત થશે. શ્રદ્ધાસુમન.
અડાજણ, સુરત -પલ્લવી પી. ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મોંઘી હવાઇ મુસાફરી
હવાઇ મુસાફરી સુરતથી વિદેશમાં જવાની સસ્તી અને ડોમેસ્ટીક એરફેર ઇન્ટરનેશનલ ફેર કરતાં વધારે. આ કયાંની સાંઠગાંઠ છે. સરકારની ડોમેસ્ટીકમાં અનેક વિકલ્પ મળી રહે માટે સસ્તી હોવી જોઇએ પણ એરલાઇન્સ કંપનીએ મોનોપોલી બનાવીને રાખી છે અને એને કોઇ તંત્ર બોલવાવાળું નથી અને  એના પર ભારે ટેક્ષ લગાવ્યા છે. સુરતથી દિલ્હી અને સુરતથી દુબઇની ફલાઇટના ભાવમાં વધારે ફરક નથી. બેંગલુર-કોલકત્તા, ચેન્નાઇના ભાવ 6 થી 8 હજાર રૂપિયા છે. જયારે દુબઇ 9 થી 10 હજારમાં અને બેંગકોક 10 થી 12 હજારમાં અને મુંબઇથી કાશ્મીર જવું હોય તો 15 હજાર રૂપિયા બોલો કોઇ સામાન્યતા નથી. લોકલ અને ઇન્ટરનેશનલ ફલાઇટમાં આનું કાંઇ નિરાકરણ છે કે પછી આવી જ લૂંટ એરલાઇન્સ કંપનીઓ ચલાવતી રહેશે અને આપણે સહન કરતાં રહેવાનું.
પાલનપુર પાટિયા, સુરત – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top