Charchapatra

દેશ, દુનિયામાં શાંતિ જળવાઈ રહે એ આપણા સૌના હિતમાં છે

નુપૂર શર્માએ અને નવીનકુમારે પયંગબર સાહેબ (ઈસ્લામ વિરોધ્ધ) વિરૂધ્ધ જે ટીપ્પણી કરી, તેને દેશ અને દુનિયાના તમામ ઠેકાણે વખોડવામાં આવી. કોઈ પણ ધર્મ વિરૂધ્ધ ટીપ્પણી કરતા પહેલા બોલનારે 100 વખત વિચારવું જોઈએ. આવા ધર્મ વિરૂધ્ધ ટીપ્પણીનો વિરોધ થવો જોઈએ અને થયો, પરંતુ હિંસક નહીં અહિંસક થવો જોઈએ. કેટલાક શહેરોમાં હિંસા ફાટી નીકળી એ એક ચિંતા ઉપજાવનારી બાબત છે. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ઘણી જગ્યાએ પથ્થરમારાની ઘટના બની. પોલીસે કડક બંધોબસ્ત રાખી કરફ્યુ સહિત 144 કલમ લાદવામાં આવી. પોલીસે ગોળીબાર કરવાની ફરજ બજાવતાં કેટલાક લોકો ઘાયલ તો કેટલાકના મૃત્યુ થયાંના સમાચાર સામે આવ્યા છે. પયંગબર સાહેબ સામેની ટિપ્પણીનો વિવાદ હવે ધીરે ધીરે દેશના જુદા જુદા રાજ્યોમાં ન ફેલાઈ તે માટે દેશના શાણા અને રાજકીય નેતાઓએ તેમજ ધર્મગુરૂઓએ બહાર આવવું જોઈએ.
 બોટાદ  – મનજીભાઈ ડી. ગોહિલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top