હિંદુ ધર્મમાં જે 33 કરોડ દેવી-દેવતાની વાત છે જેનો ગહન અર્થ છે. આપણા શરીરના રોમ (રૂંવાડા) 33 કરોડ છે. ભગવાનને ક્યારેય જોયો નથી એ બાબતે મને એક દૃષ્ટાંત યાદ આવે છે. વિવેકાનંદ કોઈ રાજાને મળ્યા તેઓ ઈશ્વરને માનતા ન હતા. વિવેકાનંદે તેમના દાદાનું ચિત્ર મંગાવ્યું અને તેના પર થૂંકવા કહ્યું તો એમણે કહ્યું કે આ તો મારા વડીલ છે. વિવેકાનંદ કહે આ તો ચિત્ર છે. વડીલ નથી વળી તમે એમને જોયા પણ નથી. તો કહે કે ‘મારા પિતાએ ઓળખ આપી છે.’ વિવેકાનંદ કહે કે એજ રીતે દેવી-દેવતાની વાત પણ આપણા શાસ્ત્રોએ કરી છે. કંદમૂળ-ફળ ખાઈને વર્ષો સુધી તપસ્યા કરનારા ઋષિ મુનિઓ આપણને ગુમરાહ ન કરી શકે. મતલબ ભગવાન છે જ. દત્ત ભગવાને પ્રકૃતિના તત્ત્વોમાં 24 ગુરુનાં દર્શન કર્યા. આપણા ચંચળ મનને સ્થિર કરવા અધિષ્ઠાનરૂપ મૂર્તિ આવશ્યક છે. ભક્તકો પૂછે – ભગવાન હૈ ક્યા ? શુકદેવ, શબરી, નરસિંહ, મીરાં, કબીર, તુકારામ, જ્ઞાનેશ્વર, તુલસી, ચૈતન્ય, પુંડરિક, ભીષ્મ કહેશે કે અરે !
અમે તેને જોયો પણ છે. એ કરૂણા-વરૂણાલય ભગવાનને. પ્રહલાદને સ્તંભમાં દેખાયા ! અને તેમણે જગતને પણ દેખાડયા ! કબીર તો કહે – છોટીસી ચીંટી ઉસકે પૈરકી પાજિબ ઔર ઈસકી ઘુંઘરુ ઉસકી ઘુઘરું કા સ્વર ભી મેરા સાહિબ સુનતા હૈ ! ભગવાને પોતાનું એવું તો આધારણીકરણ કરી લીધું છે કે આપણે ઓળખી શકતા નથી. ભગવાનને ભૂલી ન જાય તે માટે મંદિરો છે. ભક્તિ એ સમયનો વેડફાટ નથી જીવનને ઉધર્વગામી બનાવી ભગવાનની પ્રાપ્તિનું લક્ષ્ય સિધ્ધ કરવાનો છે. હા, ભલે હોસ્પિટાલો અને યુનિ. બંધાય એ પણ માનવ ઉત્કર્ષ માટે આવશ્યક છે. પણ સારા માણસ બનવા ભાવ, ભક્તિ અને ભગવાન તથા મંદિરો પણ એટલા જ જરૂરી છે. નહીં તો કોરી બૌધ્ધિકતા ડૂબાડશે જ.
સચીન – નીલાક્ષી પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.