Vadodara

BCAમાં ભ્રષ્ટાચારની ભરમાર, લાખો રૂપિયાના વેડફાટનો આક્ષેપ

વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિએશન નાણાકીય રીતે સમૃદ્ધ ક્રિકેટ એસોસિએશન બનવા લાગ્યું છે બરોડા ક્રિકેટ એસોસિએશનને ચાલુ વર્ષે રૂપિયા ૪૦ કરોડથી વધારેની રકમ બીસીસીઆઈ દ્વારા આપવામાં આવશે એ સાથે બરોડા ક્રિકેટ એસોસિએશન નું નાણાકીય ભંડોળ ઘણા ઊંચા લેવલે પહોંચી શકે છે ભૂતકાળમાં એટલે કે પાંચ વર્ષ અગાઉ બીસીએ પાસે રૂપિયા ૧૦૦ કરોડનું ભંડોળ હતું. ત્યારે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા ની કોઈ યોજના અમલમાં મુકવામાં આવી ન હતી પરંતુ જ્યારથી ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે ત્યારથી નાણાકીય ભંડોળ નો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રસપ્રદ વાત એ છે કે બીસીએના સત્તાધીશો સામે હવે કોઈ વિરોધ કરનાર લોબી રહી ન હોવાથી બીસીએના સત્તાધીશો દ્વારા બેફામ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે જેનો તાજો દાખલો એ છે કે કોરોના ને કારણે ગત બે વર્ષમાં ક્રિકેટની કોઈ એક્ટિવિટી કરી શકાય ન હોવાથી બીસીએના કોચ ,ટ્રેનર, ફિઝિયોથેરાપિસ્ટ વગેરેના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તાજેતરમાં મળેલ સભામાં આ બધા અધિકારીઓના પગારમાં ૧૫ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો  છે.

સીઈઓને પ્રતિમાસ ૫.૪૦ લાખ સાથે વાર્ષિક કુલ રૂપિયા ૬૩.૪૦ લાખ આપવામાં આવે છે. જ્યારે ચીફ કોચ તેમને માસિક રૂપિયા  ૯ લાખ પ્રમાણે વાર્ષિક ૧કરોડ રૂપિયા આપવામાં આવે છે આ દરેકની સેલેરી માં ૧૫ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે પરંતુ તેના પ્રમાણમાં તેઓની કામગીરી કેટલી સફળ રહી તે જોવામાં આવતું નથી ચાલુ સાલે બીસીએ  ક્રિકેટમાં દેખાવો બાબતે અત્યંત કંગાળ પરિસ્થિતિ છે રણજી ટ્રોફીમાં ફક્ત  ત્રણપોઇન્ટ સાથે  એકદમ ચડી નીચે છે.જ્યારે બીસીએ કરતા ઓછો પગાર આપતા અન્ય ક્રિકેટ એસોસિએશન નો દેખાવ સારો છે.

મહત્વની વાત એ છે કે બીસીએમાં અધિકારીઓની કામગીરી સમીક્ષા કરવા માટેની કોઇ વ્યવસ્થા નથી પરિણામે તેઓ સ્વચ્છંદ રીતે કામગીરી કરે છે ચીફ કોચને નવલાખ વાર્ષિક રૂપિયા 1 કરોડની જંગી રકમ આપવામાં આવે છે તે ઉપરાંત તેમને રહેવા જમવા સાથે અનેક સગવડો પણ આપવામાં આવે છે પરંતુ તેમના દેખાવ અંગે કોઈ સમીક્ષા કરવામાં આવતી નથી અને કોઈ પગલાં લેવામાં આવતા નથી એ જ રીતે સીઈઓને માસિક રૂપિયા 5.50 લાખ પ્રમાણે  રૂપિયા ૬૩ લાખ ૪૦ હજાર પગાર આપવામાં આવે છે પરંતુ તેમનો પણ જવાબ લેવામાં આવતો નથી  બીસીએ સામે અનેક ફરિયાદો ઉઠી છે.

Most Popular

To Top