SURAT

એડમિશન માટે વાલી-વિદ્યાર્થી હેરાન થાય છે તેનું કારણ વચેટિયાઓનો ભ્રષ્ટ્રાચાર: કાનાણીએ CM ને પત્ર લખ્યો

સુરત: રાજ્ય સરકારની ખોખલી નીતિઓના લીધે ભ્રષ્ટ્રાચાર વકર્યો છે ત્યારે હવે ખુદ ભાજપના જ ધારાસભ્ય સરકારની નીતિઓ સામે મેદાનમાં ઉતર્યા છે. સુરત વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે GCAS પોર્ટલ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કાનાણીએ પત્રમાં સીધું જ કહ્યું છે કે ભ્રષ્ટ્રાચારના લીધે આ રામાયણ સર્જાઈ છે.

કુમાર કાનાણીએ આ વખતે GCAS પોર્ટલ મુદ્દે CMને પત્ર લખ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાય અંગે ફરિયાદ કરી છે. કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં હોવાની વ્યથા પત્રમાં રજૂ કરી છે. વાલી, વિદ્યાર્થીઓની હેરાનગતિ દૂર કરવા માટે પત્ર ધારાસભ્ય કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં વચેટીયાઓને લીધે ભ્રષ્ટાચારને વેગ મળી રહ્યો હોવાના આક્ષેપ કરાયા છે.

ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઇપણ પ્રકારના મેરિટ જાળવ્યા વગર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી. જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. જેમાં VNSGU તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોય તેવું લાગે છે. મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરિટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ફાળવ્યા છે.

VNSGU અને કોલેજ જતાં વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ પરથી થતું હોવાનું કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી. તેમ કહી હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે.સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પધ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટીયાઓ ઉભા થતા ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણા પણ ખંખેરવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઉભી થઇ. VNSGU દ્વારા એકમાત્ર DRB કોલેજ પુરતી કમિટી બનાવી બાકીની સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલી પ્રવેશની ગેરરીતિ સામે આંખ આડા કાન કર્યા છે.

Most Popular

To Top