મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રીને ભ્રષ્ટાચાર આચરવા બદલ 15 વર્ષની જેલ અને મોટી રકમ ગણી શકાય તેવો 2.8 અબજ ડોલરનો દંડ કરાયાની તાજેતરની ઘટના નોંધપાત્ર છે. આપણા દેશમાં પણ ભ્રષ્ટાચારો ઘણા વધ્યા છે તેવું લોકમુખે જાહેરમાં ચર્ચાય છે અને એમાંય ભ્રષ્ટાચારો પણ તે ઝડપે વધી રહ્યા છે. રાજ્યના તકેદારી આયોગના રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આરોપ સાબિત હોવા છતાં નાનો દંડ આપીને પ્રકરણો બંધ કરાય છે. લાંચરુશ્વત વિરોધી બ્યુરોએ છેલ્લાં પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારોના 1475 કેસોમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી જેમાંના માત્ર 187 કેસ જ (12 ટકા) સાબિત થયેલ છે. સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં ભ્રષ્ટ અધિકારીઓ સામે જૂના કેસોની તપાસ માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી નથી તેવા આપેલા ચુકાદા છતાં સજાપાત્ર કેસોની સંખ્યા ઘણી ઓછી હોય છે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સીબીઆઇને ગમે તેવા ભ્રષ્ટાચારીને પણ છોડે નહીં અને આકરી કાર્યવાહી કરે તેવા આદેશો કર્યા હોવા છતાં આજે ભ્રષ્ટાચારો અનેકગણા થયેલ છે જેનો ઇન્કાર થઇ શકે એમ નથી. જ્યારે આપણા દેશમાં ભ્રષ્ટાચારીઓના જ સ્વાગત થાય છે. મેક્સીકોના પ્રજા ભ્રષ્ટાચારો સામે રસ્તાઓ ઉપર ઊતારી જે પ્રજા માટે આવકાર્ય જ ગણી શકાય. આખા દેશને લૂણો લગાડવાની તાકાત જો કોઇમાં હોય તો તે ભ્રષ્ટાચારો જ છે.
સોલા, અમદાવાદ- પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.