વડોદરા : વડોદરા શહેરના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી મહીસાગર નદીના ફ્રેન્ચવેલ કૂવાની આસપાસ ગઇકાલે ભારે વાવાઝોડાને કારણે વીજ થાંભલા પડી ગયા હતા .જેને કારણે પીવાના પાણીની તંગી સર્જાઇ હતી જેમાં આજે પાણીનો પુરવઠો યથાવત શરૂ થયો પરંતુ લાલબાગ ટાંકીમાં વહીવટી તંત્રની અણઆવડતને કારણે વિસ્તારના લોકોને પાણી મળ્યું નથી. જેથી કોંગ્રેસના જાગૃત કોર્પોરેટરે લાલબાગ ટાંકી પર પહોંચી જઈ નીચે બેસી ધરણા કર્યા હતા.
શહેર માં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગુલાબ વાવાઝોડાની અસરને કારણે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો.દરમિયાનમાં મહિસાગર નદીના પટમાં કરેલા ફ્રેન્ચવેલ ની આસપાસ મા કેટલાક વીજ થાંભલા અને વૃક્ષો પડવાને કારણે પાણી પુરવઠા માં વિક્ષેપ પડયો હતો.ગઈકાલે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના લોકોને પીવાના પાણીનો કકળાટ સર્જાયો હતો ત્યારબાદ આજે પૂર્વવત્ પાણીનો પુરવઠો મળવો શશરૂ થયો હતો.
તેમાં છાણી સમા સયાજીબાગ જેલ ટાંકી પાણી પહોંચ્યું હતું પરંતુ છેલ્લે આવતી લાલબાગ ટાંકીમાં પાણીનો પૂરતો જથ્થો નહીં મળતા આ વિસ્તારના ૪૫,૦૦૦ લોકો બીજા દિવસે પણ પીવાના પાણીથી વંચિત રહ્યા હતા . જે અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેટર બાલુ સર્વેને રજૂઆત કરી હતી .જે બાદ કોંગ્રેસના કોર્પોરેટર બાળું સુર્વે એ લાલબાગ ટાંકી ખાતે જઈને ધરણા કર્યા હતા .અને વિસ્તારના લોકોને પાણી પહોંચાડો એવી માંગણી કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટર બાળું સુર્વે લાલબાગ ટાંકી પહોંચી નીચે બેસીને ધરણાકર્યો હતો.4 કલાક લાલબાગ ટાંકી પર વિરોધ કર્યા બાદ તેમના વિસ્તારમાં પાણી આવતા તેઓ ઘરણા પરથી ઉભા થઇ ગયા હતા.
કોંગ્રેસ ના કોર્પોરેટર બાળું સુર્વે જણાવ્યું હતું કે મારા મત વિસ્તારમાં છેલ્લા બે દિવસથી મહીસાગર નું પાણી મળતું નથી લાઈટ ના થાંભલા પડી જવાથી લાઈટો બંધ થઈ ગઈ હતી. પરંતુ પાણી પુરવઠાના અધિકારીઓના અણઆવડત ના કારણે મારા વિસ્તારમાં ૪૫,૦૦૦ લોકો પાણી વગર રહ્યા હતા. દર વર્ષે વરસાદ પડતો હોય છે ત્યારે પાલિકાએ પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ કરોડ રૂપિયાની સિસ્ટમ નાખવામાં આવી છે પણ તે તેનો ઉપયોગ થતો નથી. છાણી, પાણી ની ટાંકી નાગરવાડા પાણીની ટાંકી, કમાટીબાગ સહિત વિસ્તારોમાં પાણી આપવામાં આવ્યો પરંતુ મારા મત વિસ્તારમાં લાલબાગ પાણી ટાકી માં પાણી આપવામાં આવ્યું નથી. જોકે ચાર કલાક ધરણા પર બેસ્યા બાદ આ વિસ્તારમાં પાણી આવયુ હતું.