Gujarat

અદાણી ગ્રુપના સ્કેમ અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા તપાસ કરવા કોંગ્રેસની માંગ

અમદાવાદ: દેશમાં દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ (Corporate Scam) દેશમાં ચાલી રહ્યું છે. શેલ કંપનીઓ-ફેક કંપનીઓ ઉભી કરીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી (Tax Evasion) કરવામાં આવી છે અને શેરમાં રોકાણ કરવામાં આવ્યું છે. દેશની સૌથી વિશ્વસનીય વીમા કંપની (Insurance Company) દ્વારા 76,000 કરોડનું અને એસબીઆઈ (SBI) સહિતની બેંકોએ 80,000 કરોડનું રોકાણ (Investment) અદાણી ગ્રુપમાં (Adani Group) કરવામાં આવ્યું છે. જે રીતે શેર માર્કેટમાં એલઆઇસી અને વિવિધ બેંકોનાં રોકાણનું ધોવાણ થયું છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે.

સમગ્ર ગોટાળાની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે
ગુજરાતની ભાજપ સરકાર પણ ‘મગનું નામ મરી’ પાડતી નથી. ગુજરાતનાં રોકાણકારને સાચવવા માટે એક શબ્દ ભાજપ સરકાર ઉચ્ચારતી નથી. ત્યારે આ સમગ્ર ગોટાળાની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે, તેવું માંગણી પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ દેશમાં ચાલી રહ્યું છે.

  • 6 ફેબ્રુઆરીએ કોંગ્રેસ દરેક એલઆઇસી ઓફિસની બહાર ધરણા કરશે
  • એસબીઆઈ સહિતની બેંકોએ 80,000 કરોડનું રોકાણ અદાણી ગ્રુપમાં
  • સમગ્ર ગોટાળાની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે

સ્કેમ અંગે સીબી, ઇડી, સીબીઆઈ, આરબીઆઇ કેમ ચૂપ છે
તાજેતરમાં ટ્વિટર પર ‘ચોકીદાર હી ચોર હૈ’ હેસટેગ ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે. હિડનબર્ગ રિપોર્ટને પગલે દેશમાં આર્થિક સંકટ ઉભું થયું છે. અદાણી ગ્રુપના સ્કેમ અંગે સીબી, ઇડી, સીબીઆઈ, આરબીઆઇ કેમ ચૂપ છે. કોંગ્રેસ પક્ષ નાના અને મધ્યમ વર્ગનાં ઉદ્યોગકારો સાથે છે. આ મુદ્દે કોંગ્રેસ તારીખ 6 ફેબ્રુઆરી બપોરે 1વાગે કોંગ્રેસ પક્ષ ગુજરાતનાં તમામ જિલ્લા મથકે અને અમદાવાદમાં એલઆઈસી ઓફીસ બહાર ધરણા-પ્રદર્શન કરી વિરોધ કરશે.

Most Popular

To Top