: રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 16 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે અમદાવાદ મનપામાં 26 અને સુરત મનપામાં 16 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય 23 જિલ્લાઓમાં નવા કેસની સંખ્યા 10ની અંદર નોંધાવા પામી છે. રાજ્યમાં આજે બે દર્દીઓનું મૃત્યુ થયું છે, જેમાં અમદાવાદ મનપા અને જૂનાગઢ ગ્રામ્યમાં એક-એકનો સમાવેશ થાય છે. આજે નવા 129 કેસ નોંધાયા છે.
જેમાં અમદાવાદ મનપા 26, સુરત મનપામાં 16, સુરત ગ્રામ્ય અને રાજકોટ મનપામાં 10-10 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય વડોદરા મનપામાં 8, વડોદરા ગ્રામ્યમાં 7, ગીર સોમનાથ- વલસાડમાં 5-5, નવસારી, રાજકોટ ગ્રામ્યમાં 4-4, અમરેલી, ભરૂચ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં 3-3, નવા કેસ નોંધાયા હતા. જ્યારે તાપી, નર્મદા, ગાંધીનગર ગ્રામ્ય, દાહોદ, છોટાઉદેપુર ડાંગ સહિત 16 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો ન હતો.
આજે 507 દર્દીઓ સાજા થતાં સજા થવાના દરમાં સતત વધારો થઈ સાજા થવાનો દર 98.24 ટકા થયો છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,08,428 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 4,427, થઈ છે. 51 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 4,376 દર્દીઓ સ્ટેબલ છે.
આજે 4,44,656 વ્યકિતઓને રસી આપવામાં આવી
હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સનો પ્રથમ ડોઝ 333, અને બીજો ડોઝ 16,992 વ્યક્તિને આપવામાં આવ્યો હતો. 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 2,77,540, બીજો ડોઝ 11,014, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 63,652, બીજો ડોઝ 74,525, આમ કુલ 4,44,656 વ્યકિતઓને રસી પવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,39,02,371 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.