National

કોરોનાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું: દિલ્હીમાં 1000 પોલીસકર્મી પોઝિટિવ, રાજનાથ સિંહ પણ સપડાયા

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) વચ્ચે કોરોના સંક્રમિત (corona positive) દર્દીઓની સંખ્યામાં વધારો થયો રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પોલીસ વિભાગમાં કોરોના સંક્રમિતોની (Delhi police corona positive) સંખ્યા વધી રહી છે. દિલ્હી પોલીસના લગભગ 1000 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમજ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) પણ કોરોના સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેમણે ટ્વિટરના માધ્યમથી આપી હતી.

  • કોરોનાનું સૌથી વધુ સંક્રમણ દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે. એકલા મહારાષ્ટ્રમાં જ 2 લાખથી વધુ એક્ટિવ દર્દીઓ છે
  • ત્રીજી લહેરે ચિંતા ઉપજાવી, રોજ 1 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, ત્રીજી લહેરમાં પ્રથમવાર દેશમાં દૈનિક કેસનો આંક 1.79 લાખથી વધુ

દેશમાં કોરોના મહામારીના ત્રીજી લહેરમાં સતત ચોથા દિવસે દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રીજી લહેરમાં પ્રથમ વખત નવા કેસનો આંક 1.79 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 79 હજાર 723 નવા કેસ નોંધાયા છે અને 146 લોકોના મોત થયા છે. 46,441 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે દેશમાં ઓમિક્રોનનાં કુલ કેસનો આંક 4,033 થયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ટ્વિટ કરીને જાણકારી આપી કે “મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને હું હોમ કોરોન્ટાઈન થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાને આઈસોલેટ કરી લે અને પોતાના ટેસ્ટ કરાવી લે.”

આ અગાઉ શુક્રવારે દેશમાં 1 લાખ 41 હજાર 986 નવા કેસ નોંધાયા હતા અને ગુરુવારે 1 લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 3.57 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂકયા છે. તેમાંથી 3.44 કરોડથી વધુ લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 7 લાખ 84 હજાર 580 છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 83 હજાર 935 લોકોના મોત થયા છે.

કોરોનાનું સૌથી વધુ સંક્રમણ દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે. એકલા મહારાષ્ટ્રમાં જ 2 લાખથી વધુ એક્ટિવ દર્દીઓ છે. જો કે મુંબઈમાં 3 દિવસ પછી નવા કેસમાં 4%નો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પોલીસના જનસંપર્ક અધિકારી ચિન્મય બિસ્વાલ સહિત 300થી વધુ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે.

Most Popular

To Top