Gujarat

રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 12,206 કેસ, 121નાં મોત

GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના ( CORONA ) નવા કેસની સંખ્યા 12,203 પર પહોંચી ગઈ છે આ સાથે જ મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, એક જ દિવસમાં કુલ 121 દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજે સુરત શહેરમાં સૌથી વધુ 24નાં મોત સાથે રાજ્યમાં કુલ મૃત્ય 121 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 5615 થયા છે. 121 મૃત્યુમાં સુરત શહેરમાં 24, અમદાવાદ શહેરમાં 23, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 9, સુરેન્દ્રનગર, રાજકોટ અને વડોદરા ગ્રામ્યમાં 4-4, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય, જામનગર શહેર,મોરબી, સાંબરકાંઠામાં 3-3, અરવલ્લી, ભાવનગર શહેર, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણમાં 2-2, અમરેલી, ભાવનગર ગ્રામ્ય, છોટાઉદેપુર, ગાંધીનગર શહેર, ખેડા, મહિસાગર, પંચમહાલ, સુરતમાં 1-1 મળી કુલ 121 દર્દીઓનાં મૃત્યું થયા છે.

બીજી તરફ 4339 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,46,063 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ધટીને 80.82 ટકા થયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 4631, સુરત શહેરમાં 1553 વડોદરા શહેરમાં 460, રાજકોટ શહેરમાં 764, ભાવનગર શહેરમાં 165, ગાંધીનગર શહેરમાં 173, જામનગર શહેરમાં 324 અને જૂનાગઢ શહેરમાં 99 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 375, બનાસકાંઠામાં 263, કચ્છમાં 176, ભરૂચમાં 171, વડોદરા ગ્રામ્ય 165, જામનગર ગ્રામ્ય 159, ગાંધીનગર ગ્રામ્ય 150, દાહોદ 139, પંચમહાલમાં 135, અમરેલીમાં 122, ખેડા 121, નર્મદામાં 121, તાપીમાં 113, નવસારીમાં 105,પાટણમાં 104 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 76,500, વેન્ટિલેટર ઉપર 353 અને 76,147 દર્દીઓ સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં- કુલ 90,34,309 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 15,56,285 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,05,90,594 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 67,315 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 74,604 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

સીએમ વિજય રૂપાણીએ ( VIJAY RUPANI ) હાલમાં ગુજરાતમાં લોકડાઉનની ( LOCKDOWN ) કોઈ જરૂરત નહીં હોવાનું જણાવ્યુ હતું.રૂપાણીએ કહ્યુંહતું કે,હાલમાં લોકડાઉનની જરૂરનથી, કારણકે,8 મનપા સહિત 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂઅમલમાં છે. જયારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધકરાવીદેવાઈ છે. તેવી જ રીતે ધાર્મિ કસંસ્થાઓ, મોલ, થિયેટર, જીમ અને ક્લબ પણ બંધ કરાવી દેવામાં આવ્યાછે. અલબત્ત , જરૂરી જણાશે તો સરકાર લોક ડાઉન લગાવવામાં આવશે.રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.

Most Popular

To Top