Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડ 8920 કેસ, 94ના મોત

ગાંધીનગર : રાજ્ય(Gujarat)માં કોરોના (corona) દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંક(death ratio)માં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક (record break) 8920 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

સુરત મનપા(smc)માં 24, અમદાવાદ મનપા(amc)માં 25, રાજકોટ મનપા(rmc)માં 8, વડોદરા મનપા(vmc)માં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, જામનગરમાં, જામનગર મનપામાં, સાબરકાંઠામાં અને સુરત ગ્રામ્યમાં 2-2 તેમજ અમદાવાદ ગ્રામ્યમાં, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં એક –એક કુલ 94 દર્દીઓના મૃત્યું થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 થયો છે. બીજી તરફ શુક્રવારે 3387દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,29,781 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 85.73 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન શુક્રવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 2842, સુરત મનપામાં 1522, વડોદરા મનપામાં 429, રાજકોટ મનપામાં 707, ભાવનગર મનપામાં 112, ગાંધીનગર મનપામાં 69, જામનગર મનપામાં 192 અને જૂનાગઢ મનપામાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 398, મહેસાણામાં 330, ભરૂચમાં 173, નવસારીમાં 117, બનાસકાંઠામાં 110 કેસ, વડોદરા ગ્રામ્યમાં 171, જામનગર ગ્રામ્યમાં 122 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 49,737, વેન્ટિલેટર ઉપર 283 અને 49,454 દર્દીઓ સ્ટેબલ છે. પ્રથમ અને બીજો ડોઝ મળી કુલ 1,00,130,881 55 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.

શુક્રવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 47,571 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top