કોરોનટાઇન શબ્દ સાંભળીએ છીએ. તેજ કોરોનાનું સૂતક. કોરોના સંબંથી મારા ત્રીજા ચર્ચાપત્રથી મારે ગામડાં સંબંધે વાત કરવી છે. શહેરોની સમૃધ્ધિ અને બેઠાડું જીવન, બસ ખાવું, ખાવુ અને વીકએન્ડમાં મસ્તી. બહાર જાય ત્યાં શું કરે તે ભગવાન જાણે! ગરીબ ભારત જેમાં ગામડાં અને શહેરી ગરીબો. અને તેઓ ઉપર 10 ટકા સમૃધ્ધિવાનો રાજ કરે ! મૂડીવાદના અનેકો અનિષ્ટો. તે પૈકી એખ તે યેનકેન પ્રકારે કરોડ પતિ બનો. આજે મલાઇ ઝાપટનારાઓની કમી કયાં છે ? થોડાક અપવાદો બાદ કરતા ગામડે સરપંચો અને તેના મળતીયાઓષ નાના શહેરોમાં બિલ્ડરો, વેપારીઓ, મોટા શહેરોમાં ફિલ્મવાળા, ક્રિકેટવાળા, જમીન માફિયા, સરકારી જમાઇઓ, અને ચોરલુંટારા સફેદ ઠગો એવા સત્તામાં બેઠેલા સેવકો વિગેરે ભેગા મળીને ચોતર્ફે લૂંટ શરૂ કરી છે. ખાટલે મોટી ખોટ તે DM, CM અને PM વિશ્વાસ ગુમાવી ચૂકયા છે. પ્રજા નારાજ થઇ. ખરેખર નિષ્ઠાવાન અને સજ્જન ગણી શકાય એવી નાની જમાત હાસિંયે ધકેલાય હોય એવી લાગણી.
આજે 10 ટકા પાસે 90 ટકા સંપત્તિ અને 90 ટકા પાસે 10 ટકા. આરોગ્ય, શિક્ષણ, પરિવહન વિગેરેમાં શ્રેષ્ઠ સગવડ, સુવિધા, બેંક લોન કે સરકારમાં કે ન્યાય તંત્રમાં કામ હોય તો આ સંમિતોની બોલબાલા- પીપીડી વાગતી રહે છે. સ્વ. ભગવતીકુમાર કહેતા કે દેશના 10 મોટા શહેરો ઇન્ડિયાનું શાસન કરે છે. અને ગરીબ ભારત મતદાન કરે છે. આજે ટકે શેર ભાજી ટકે શેર ખાજાની કવિતા યાદ આવે છે.શહેરમાં સૂતક ઓછું થયું ત્યાં કોરોના મુક્ત મારૂ ગામ એમ પાટીયા લાગે તે પહેલા ગામડાંઓ કોરોના મહામારીમાં સપડાય પડયા છે. કોના વાંકે ? ઉપભોકતાવાદ અને અમર્યાદ જીવન રહેણી. ગામડાંમાં આરોગ્ય સુવિધા એટલે આશાબેન પુછી જાય. બધા સારા છે કે ? સરકાર ધારે તો ટુંકાગાળાની તાલીમ બાદ ઢગલો વેકસીનેટરો આપી શકે. ટુંકાગાળાની બેરોજગારી ટળે.
નિષ્ણાંતોનો મત લેવો રહે. મહામારીમાં એકલા કંઇ ન કરી શકાય. સરકાર સાંભળે તો ઘણું જીવો અને જીવવા દો. તે સાથે સર્વોદય. ગાંધીજી અને વિનોબાજીએ ચીંધેલા રાહે ચાલવું પડશે. શ્રમનો મહિમા સમજવો પડે. ત્યાગીને ભોગવવાની વાત જાણી જીવવું પડશે. વિકાસ શબ્દને કોરોના શબ્દે દાબી દીધો. કેવો વિકાસ ? આરોગ્યની પ્રાથમિક સુવિધા જ ન હોય તેઓ અનેકો ગામડાં કોરોનાની ચપટમાં આવે તે પહેલા ગામડામાં જાગૃતિ લાવો. જાહેરાત છોડો. નક્કર કામ માટે આયોજન કરી પુરુ કરો. મારૂગામ કોરોના મુકત કહેવાથી કંઇ વળશે નહી.
નવસારી – મનુભાઇ ડી. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.