AHEMDABAD : રાજ્યમાં ધીમે કોરોનાનો ( CORONA ) કહેર વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના નવા કેસોમાં વિસ્ફોટ સર્જાયો હોય તેમ, કેસો વધી રહ્યા છે. જેના પગલે ગુજરાત બહારથી આવતા તમામ લોકોના આરટી- પીસીઆર ( RTPCR) ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે. જેથી ગુજરાતની તમામ સરહદો ( GUJARAT BORDER ) સીલ કરી ટેસ્ટીંગની (TESTING ) કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી વાહનોની લાંબી કતારો જામી હતી.
વધતા જતા કેસોને ધ્યાનમાં લેતાં ગુજરાતને જોડતી તમામ સરહદોને સીલ કરવામાં આવી છે. આજથી રાજસ્થાન ( RAJSTHAN ) , મધ્યપ્રદેશ ( MADHAYPRADESH ) અને મહારાષ્ટ્રમાંથી ( MAHARASHTRA ) ગુજરાતમાં આવતા તમામ લોકોના ટેસ્ટ ફરજીયાત કરાયા છે. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેઓને ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવશે. આજે સવારથી જ ગુજરાતની સરહદો ઉપર આરોગ્ય વિભાગની ટીમ ટેસ્ટિંગના કામે લાગી ગઈ હતી. સાથે પોલીસે પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગુજરાતમાં પ્રવેશતા તમામ મુસાફરોના થર્મલ સ્ક્રીનીંગ અને એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી હતી. ઉત્તર ગુજરાતની બનાસકાંઠા ચેકપોસ્ટ, મધ્ય ગુજરાતમાં દાહોદ ( DAHOD) જિલ્લાની ચેકપોસ્ટ તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતેની ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. સવારથી જ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી.
રેલવે અને હવાઈ મથકે પણ ટેસ્ટિંગ શરૂ કરાયું
આ ઉપરાંત અમદાવાદમાં વિમાની મથક ખાતે તેમજ રેલવે મથક ખાતે પણ પ્રવાસીઓના ટેસ્ટ માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. વિમાની મથકે આવતા તમામ પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન દ્વારા અમદાવાદ આવી રહેલા પ્રવાસીઓના ટેસ્ટ કર્યા બાદ તેઓને સ્ટેશનની બહાર જવા દેવામાં આવતા હતા, વધતા જતા કોરોનાના કેસોના પગલે રાજ્યનો આરોગ્ય તંત્ર હવે સતર્ક બન્યું છે.
હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે. તેવું વિધાનસભામાં કોરોના મહામારી અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું. નીતિન પટેલ વધુમાં કહ્યું હતું કે રાજ્યની જે ખાનગી હોસ્પિટલો આ યોજનાઓનો લાભ આપતી હોય તે હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી યોજનાઓ જેવી કે મા વાત્સલ્ય/માં અમૃતમ યોજનાઓ અંતર્ગત સારવાર આપવામાં આવે છે તેવું બોર્ડ લગાવવું આવશ્યક છે. જૂનાગઢ જિલ્લામાં તારીખ 31-01 2021ની સ્થિતિએ એપ્રિલ 2020માં રૂ. 25,32,000ના ખર્ચે 100 બેડ અને મે-2020માં 4,62,000ના ખર્ચે 100 બેડ ઓક્યુપાય કર્યા હતા.