ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ અભિયાન ચાલી રહ્યો છે. રસીકરણના પ્રથમ તબક્કે આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. હૈદરાબાદમાં કોરોનાની રસી લગાડ્યાના 11મા દિવસે 55 વર્ષીય આરોગ્ય કર્મચારીનું શનિવારે મોત નીપજ્યું હતું. દેશમાં રસીકરણ શરૂ થયા બાદ મૃત્યુનો આ ત્રીજો કેસ છે. પરંતુ, આ અંગે આરોગ્ય વિભાગનું કહેવું છે કે, મોતનું કારણ રસી નથી.
અધિકારીઓ કહે છે કે, આ આરોગ્ય કર્મચારીને 19 જાન્યુઆરીએ રસી આપવામાં આવી હતી. રસીકારણ બાદ 29 જાન્યુઆરીએ તેણીને શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાની ફરિયાદ નોંધાઈ હતી. તેલંગાણાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડૉ. જી. શ્રીનિવાસ રાવના જણાવ્યા અનુસાર, આ આરોગ્ય કર્મચારીની મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું. તેને અગાઉથી ઘણી બીમારીઓ હતી.અત્યારે દેશમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડિસેમ્બરની તુલનામાં જાન્યુઆરીમાં લગભગ 3.44 લાખ ઓછા નવા કેસ નોંધાયા હતા અને મૃત્યુમાં પણ 5 હજારનો ઘટાડો નોંધાયો હતો.