બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ 24 કલાકના ગાળામાં 1.15 લાખથી વધુ નવા ચેપ સાથે ભારતમાં નવા કોરોનાવાયરસ કેસની સંખ્યા વિક્રમજનક સપાટીએ પહોંચી છે. કોરોનાવાયરસના કેસમાં એક દિવસીય વધારો ત્રણ દિવસમાં બીજી વખત 1 લાખના આંકને પાર કરી ગયો હતો.
સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, એક દિવસમાં કુલ 1,15,736 ચેપ નોંધાયા હતા, જ્યારે મૃત્યુની સંખ્યા વધીને 1,66,177 થઈ ગઈ છે, છેલ્લા 24 કલાકમાં 630 લોકોનાં મોત આ જીવલેણ વાયરસથી થયા છે.
સતત 28મા દિવસે સતત વધારો નોંધાવતા, સક્રિય કેસો વધીને 8,43,473 થઇ ગઇ છે, જે હવે કુલ ચેપના 6.59 ટકા છે, જ્યારે રિકવરી દર ઘટીને 92.11 ટકા થઈ ગયો છે, એમ ડેટા જણાવે છે. સક્રિય કેસલોડ 12 ફેબ્રુઆરીના રોજ સૌથી નીચો 1, 35,926 પર હતો, જે કુલ ચેપના 1.25 ટકા હતા. આ રોગમાંથી રિકવરી મેળવનારા લોકોની સંખ્યા વધીને 1,17,92,135 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે જે હવે ઘટીને 1.30 ટકા થઈ ગયો છે.
આઇસીએમઆર અનુસાર 6 એપ્રિલ સુધી 25,14, 39,598 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મંગળવારે 12,08, 339 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 630 નવી જાનહાનિમાં મહારાષ્ટ્રના 297, પંજાબના 61, છત્તીસગઢના 53, કર્ણાટકના 39, ઉત્તર પ્રદેશના 30, મધ્યપ્રદેશના 18, દિલ્હી અને ગુજરાતના 17, તમિલનાડુના 15, કેરળના 14, રાજસ્થાનના 13નો સમાવેશ થાય છે.