National

કોરોના બેફામ: દેશમાં એક જ દિવસમાં બે લાખથી વધુ કેસ

ભારતમાં કોરોના વાયરસના નવા 2 લાખથી વધુ રેકોર્ડ કેસો એક જ દિવસમાં નોંધાયા હતા અને આ સાથે કુલ કેસોનો આંકડો વધીને ૧૪૦૭૪૫૬૪ થયો છે જ્યારે સક્રિય કેસો 14 લાખને પાર થયા છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલ ડેટામાં જણાવાયું હતું.

24 કલાકમાં દેશમાં કુલ ૨૦૦૭૩૯ કેસો નોંધાયા હતા. વધુ ૧૦૩૮નાં મોત સાથે કુલ મૃત્યુ આંક વવધીને ૧૭૩૧૨૩ થયો છે. ૧૦૩૮નાં મોત એ ૨૦૨૦ની ત્રીજી ઑક્ટોબર બાદ સૌથી વધુ છે.

સતત નવમા દિવસે દેશમાં એક લાખથી વધારે દૈનિક કેસો નોંધાયા છે. 9 દિવસમાં દેશમાં કુલ ૧૩૮૮૫૧૫ કેસો નોંધાયા છે. સતત 36મા દિવસે વધારા સાથે સક્રિય કેસો વધીને ૧૪૭૧૮૭૭ થયા છે જે કુલ કેસોના ૧૦.૪૬% છે. રિકવરી રેટ ઘટીને ૮૮.૩૧% થયો છે.

દેશમાં કોરોનાના કેસો 7મી ઑગસ્ટે ૨૦ લાખને પાર થયા હતા અને 19મી ડિસેમ્બરે એક કરોડને પાર થયા હતા.
આઇસીએમઆરના જણાવ્યા મુજબ 14મી સુધીમાં કુલ ૨૬૨૦૦૩૪૧૫ ટેસ્ટ્સ થયા છે અનઅને બુધવારે ૧૩૮૪૫૪૯ ટેસ્ટ્સ થયા હતા. 1038 મોતમાંથી ૨૭૮ મોત મહારાષ્ટ્રમાં થયા હતા.

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 61,695 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંક વધીને 36,39,855 પર પહોંચી ગયો છે. જ્યારે, વધુ 349 મોત સહિત કુલ મૃત્યુઆંક વધીને 59,153 થઈ ગયો છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં નોંધાયેલા દૈનિક કેસ બીજા નંબરના સૌથી વધુ કેસ છે. આ અગાઉ 11 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ 63,294 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત એક દિવસમાં 53,335 લોકોએ કોરોનાને માત આપી હતી. આ સાથે કુલ રિકવર કેસની સંખ્યા વધીને 29,59,056 પર પહોંચી ગઈ હોવાનું વિભાગે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં હાલમાં 6,20,060 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2,34,452 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટની સંખ્યા વધીને 2,30,36,652 થઈ છે. આરોગ્ય વિભાગે કહ્યું કે, મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 81.3 અને મૃત્યુદર 1.63 ટકા નોંધાયો છે.

Most Popular

To Top