ગાંધીનગર,તા.12: આજે સવારે 11 વાગ્યે અમદાાવદ એરકપોર્ટ કોરોના સામેની વેકસીનનો જથ્થો આવી પહોચ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વ્રારા આ વેકસીન વાનની પૂજા કરાઈ હતી. ત્યાર બાદ એક વાનને ગાંધીનગર મોકલાઈ હતી.જયારે બીજી વાન અમદાવાદ મોકલાઈ હતી.લગભગ 2થી 8 ડિગ્રી ઠંડા તાપમાન વચ્ચે વેકસીનને રાખવાની વાનમાં વ્યવસ્થા કરાઈ છે.આ વાનમાં 2.76 લાખ કોરોના વેકસીનનો ડોઝ આ 23 બોકસમાં રાખવામા આવ્યા છે. પુણેથી આવેલા આ બોકસમાં 2.76 લાખ રસીનો ડોઝનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારક દ્વ્રારા 200ના ભાવથી અંદાજિત 3 કરોડ રસી પુણેના સીરમ ઈન્સ્ટી. પાસેથી ખરીદી છે.
આજે સ્પે. વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પુણેથી કોરોના સામે રક્ષણ આપતી રસીની ડોઝ આવી પહોચ્યો હતો. અહીં એરપોર્ટ પર આરોગ્ય વિભાગ દ્વ્રારા રસી સહિત સમગ્ર વાનનું પૂજા વિધા કરવામા આવી હતી. એક તબક્કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના વેકસીન વિમાન સાથે સેલ્ફી પણ લીધી હતી.
ડે સીએમ નીતિન પટેલે કહયું હતું કે કોરનાની રસી પહેલા મુખ્યમંત્રી, મંત્રીઓ કે સાંસદો – ધારાસભ્યો નહીં લે.50 વર્ષથી ઉપરના કોરોના વોરીયર્સને આ રસી આપવામાં આવશે. આ રસી ગાંધીનગર તેમજ જાનદગર મોકલવામા આવનાર છે તે પછી સૌરાષ્ટ્રમાં 77,000 રસીઓ આપવામા આવશે. તેવી જ રીતે સુરત અને વડોદરા ખાતે પહોચશે. ગાંધીનગરમાં સંજીવની કોલ્ડ સ્ટોરેજને શણગારવામાં આવ્યું છે. અહીં હાઈ ડિગ્રી ઠંડા વાતાવરણમાં વેકસીનના રાખવામાં આવશે.
આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે 23 બોકસમાં કોવીશિલ્ડ એટલે કે કોરોના સામેની રસી આવશે.તેમાં 2.76 લાખ રસીના ડોઝનો સમાવેશ થયા છે. જયારે તેને 5 લાખ કરતાં વધુ લોકોને અપાશે . ખાસ કરીને કોરોના વોરીયર્સને પણ આપવવામાં આવશે.
ગાંધીનરમાં આરોર્ય નિષ્ણાંતોએ કહયું હતું કે કોઈએ કોરોના રસીથી ડરવાન જરૂરત નથી. આ વેકસીનના કારણે કોરોના સામે રત્રણ મળી રહેશે. તેમાં કોઈ શંકા રાખવાની જરૂરત નથી.
પુનાના સીરમ ઈન્સ્ટી. દ્વ્રારા આ કેવીશિલ્ડ વેકસીનનું ઉપ્તાદન કરવામાં આવ્યું છે. આજે સવારે દેશના જુદા જુદા શહેરમાં કોરોના સામેની વેકસીન મોકલવામા આવી છે. રાજયમાં ફ્રન્ટલાઈન વોરીસર્સને આ રસી પહેલા આપવામા આવશે. જેમાં આરોગ્ય કર્મીઓને રસી આપવામા આવશે.
વેકસીન આપ્યા પછી કોરોના વોરીયર્સ આપ્યા પછી તેને 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન માટે રાખવામા આવશે. તે પછી 28 દવસ બાદ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.